PHOTOS

લોઢાના પાયે ચાલી શનિ કરે છે જીવન ખેદાનમેદાન, અઢી વર્ષ સુધી આ 3 રાશિવાળાને આપશે ભયંકર કષ્ટ અને કરાવશે નુકસાન

હાગોચર કર્યું અને કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો. આ સાથે જ 3 રાશિઓમાં શનિ લોઢાના પાયે ચાલી રહ્યા છે. જે આ 3 રાશિઓ માટે ખુબ જ ક...

Advertisement
1/6

શનિ નું ભ્રમણ દરેક રાશિ ને પાયા ના આધારે પણ ફલાદેશ મા ગણતરીમા લેવાતું હોય છે જે મુજબ મીન રાશીના શનિ ના ભ્રમણ મુજબ મેષ, સિંહ, ધનુ રાશિને લોઢાનો પાયો ગણતરીમાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ જ્યારે કોઈ રાશિમાં ગોચર કરે છે ત્યારે તે સમયે જે રાશિથી ચંદ્રમાની જેવી સ્થિતિ હોય તેના આધારે શનિના પાયાની ગણકરી થાય છે. અંક જ્યોતિષની ગણતરી મુજબ શનિના ચાર પાયા હોય છે. સોનાનો પાયો, ચાંદીનો પાયો, તાંબાનો પાયો અને લોઢાનો પાયો. લોઢાનો પાયો કષ્ટકારી હોવાનું કહેવાય છે. તે શુભ મનાતો નથી. નોકરીયાતોને નોકરીમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. બિઝનેસમાં વારંવાર નુક્સાન ભોગવવું પડી શકે છે. વ્યક્તિ માનસિક તણાવમાંથી પણ પસાર થઈ શકે છે.  શનિ લોઢાના પાયે ચાલે ત્યારે સંબંધિત રાશિઓને ખુબ કષ્ટ આપે છે. જેમાં ભારે પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જાણો કઈ રાશિઓમાં હાલ શનિનું ભ્રમણ લોઢાના પાયે છે અને તેમણે શું સાચવવું પડશે અને તેમાં રાહત માટે શું ઉપાય છે. 

2/6
મેષ
મેષ

મેષ રાશિ પર શનિની સાડા સાતી શરૂ થઈ ગઈ છે. આ સાથે જ મેષ રાશિમાં શનિનો લોઢાનો પાયો ખુબ મુશ્કેલીઓ આપશે. તમારે દરેક મોરચે આકરી પરીક્ષાઓનો સામનો કરવો પડી શકે છે. ધનહાનિના પ્રબળ યોગ છે. સ્વાસ્થ્ય બગડી શકે છે.   

Banner Image
3/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિવાળા પર શનિની ઢૈય્યાનો સાયો છે. ઉપરથી શનિનો લોઢાનો પાયો આ લોકોને નિરાશા અને નિષ્ફળતાનો સામનો કરાવશે. સંઘર્ષમય સમય રહેશે. અનેક મુશ્કેલીઓ બાદ જ કોઈ સફળતા મળી શકશે. નાની અમથી ભૂલ પણ મોટી સજા આપી શકે છે. સ્વાસથ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.   

4/6
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોને શનિનો લોઢાનો પાયો અનેક ક્ષેત્રોમાં નુકસાન કરાવી શકે છે. વિરોધીઓ નુકસાન પહોંચાડી શકે છે. માનહાનિ થઈ શકે છે. ઢૈય્યાનો પ્રભાવ હોવાથી ખર્ચા વધારશે. રોકાણથી નુકસાન થશે. 

5/6
રાહતનો ઉપાય
રાહતનો ઉપાય

2025માં શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરો અને ગરીબોની મદદ કરવાથી શનિનો લોઢાનો પ્રભાવ અનુકૂળ થઈ શકશે. 

6/6
Disclaimer:
 Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More