PHOTOS

મીનમાં પ્રવેશ કરતાની સાથે જ શનિ આ 3 રાશિવાળાને છૂપા ખજાના દેખાડશે, ધન-સંપત્તિમાં જબ્બર વધારો થશે!

કર્મફળના દાતા શનિને નવગ્રહમાંથી સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક  ગણવામાં આવે છે. શનિ ગ્રહને તમામ ગ્રહોમાં ન્યાયાધીશ  કે દંડનાયકની ઉપાધિ પણ મળેલી છે. કારણ કે તેઓ જાતકોને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. આ  કારણે શનિ સૌથી  ક્રૂર ગ્રહ ગણાય છે. શનિ સૌથી ધીમી ગતિથી ગોચર  કરનાર ગ્રહ છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. શનિ લાંબા સમયથી કુંભ રાશિમાં છે અને માર્ચ 2025 સુધી ત્યાં રહેશે. ત્યારબાદ રાશિ પરિવર્તન કરીને ગુરુની રાશિ મીનમાં ગોચર કરશે. 

Advertisement
1/5
માર્ચમાં કરશે રાશિ પરિવર્તન
માર્ચમાં કરશે રાશિ પરિવર્તન

વૈદિક પંચાંગ મુજબ શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં શનિ 3 જૂન 2027 સુધી રહેશે. શનિના મીન રાશિમાં પ્રવેશથી નવા વર્ષમાં કેટલાક રાશિવાળાને જબરદસ્ત ફાયદો  થવાના યોગ છે. તો કેટલાકે સંભાળીને રહેવાની જરૂર છે. જાણો શનિના મીન રાશિમાં ગોચરથી કોને થઈ શકે છે ફાયદો...  

2/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

શનિ આ રાશિના નવમા અને દશમા ભાવના સ્વામી થઈને એકાદશ ભાવમાં ગોચર  કરી રહ્યા છે. આવામાં  આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ થવાના યોગ છે. વરિષ્ઠ અધિકારીઓની સાથે તમારા સંબંધ સારા રહેશે. આ સાથે જ શનિની દ્રષ્ટિ પંચમ અને અષ્ટમ ભાવમાં હોવાના કારણે લાંબા સમયથી જીવનમાં ચાલતી સમસ્યાઓ સમાપ્ત  થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં થોડી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરંતુ વર્ષ 2025ના અંતમાં તેનાથી છૂટકારો મળી શકે છે. તમારી લાંબા સમયથી અટવાયેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. વેપારમાં ખુબ લાભ મળી શકે છે. ધનની કમીના કારણે અટકેલા કામો પાર પડી શકે છે. આ સાથે જ જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે.   

Banner Image
3/5
કર્ક રાશિ
કર્ક રાશિ

આ રાશિમાં શનિ સપ્તમ અને અષ્ટમ ભાવમાં સ્વામી થઈને નવમા ભાવમાં ગોચર કરશે. આવામાં આ રાશિના જાતકોની શનિની પનૌતી સમાપ્ત થઈ શકે છે. તમારા જીવનમાં ધીરે ધીરે સુધારો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડી  શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. એક સાથે અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. અચાનક ધનલાભના પણ યોગ છે. જો રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરવું ફાયદાકારક રહી શકે છે. 

4/5
મકર રાશિ
મકર રાશિ

આ રાશિમાં શનિ બીજા ભાવમાં સ્વામી થઈને ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. આવામાં આ રાશિના જાતકોને સાડા સાતીથી છૂટકારો મળશે. આ સાથે જ જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવી શકે છે. નાની મોટી મુસાફરી થઈ શકે છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધશે આવામાં તમે ધાર્મિક કાર્યોમાં આગળ પડતો ભાગ લેશો. આ સાથે અનેક કામોમાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More