Navpancham Rajyog: 9 ફેબ્રુઆરીથી મંગળ અને શનિ એક બીજાથી 120 ડિગ્રી પર હશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં કેટલીક રાશિના જાતકોને બંપર લાભ થવાના પ્રબળ યોગ છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને મંગળને ખુબ મહત્વપૂર્ણ ગ્રહો માનવામાં આવે છે. જ્યાં શનિ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે ત્યાં મંગળ ગ્રહોના સેનાપતિ ગણાય છે. જેને આત્મવિશ્વાસ, ઉર્જા, સાહસ વગેરેના કારક માનવામાં આવે છે. આવામાં આ બંને ગ્રહોની સ્થિતિમાં ફેરફારની અસર 12 રાશિઓના જીવન પર જોવા મળતી હોય છે. અત્રે જણાવવાનું કે 9 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.37 કલાકે મંગળ અને સનિ એક બીજાથી નવમાં અને પાંચમા ભાવ એટલે કે લગભગ 120 ડિગ્રી પર રહેશે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે. આવામાં કેટલાક રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે. જાણો નવપંચમ રાજયોગ બનવાથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે.
કર્ક રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે, જેનાથી તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. આ સાથે વેપાર ધંધામાં સારો એવો નફો પણ થઈ શકે તેવા યોગ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધનલાભના પ્રબળ યોગ છે. પરંતુ ફાલતુ ખર્ચા કરવાથી બચજો. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે.
મીન રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ખાસ રહી શકે છે. આ રાશિના જાતકોની સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. ઘર પરિવારનો સંપૂર્ણ સાથ મળી શકે છે. કરિયરમાં થોડું દબાણ મહેસૂસ કરતા હશો તો તેમાંથી પણ મુક્તિ મળી શકે છે. વેપારમાં તમારા હરીફોને આકરી ટક્કર આપશો. જીવનમાં સુખ શાંતિ રહેશે. પાર્ટનર સાથે ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે.
કુંભ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આધ્યાત્મ તરફ વધુ ઝૂકાવ રહી શકે છે. આવામાં ધાર્મિક કાર્યોમાં આગળ પડતો ભાગ લઈ શકો છો. નોકરી માટે સારા પરિણામ આવી શકે છે. સહકર્મીઓ સાથે સારો સમય પસાર થશે. સટ્ટાબાજી અને ટ્રેડના માધ્યમથી વેપારમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કમાણીના નવા રસ્તા ખુલી શકે છે. તમામ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. જીવનમાં સુખ અને સૌભાગ્યનો વધારો થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.