Shani Gochar 2025: 18 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 10.50 મિનિટે શનિ મીન રાશિમાં રહીને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ પણ શનિ છે.
મીન રાશિમાં શનિ પહેલાથી જ કરુણા, સંવેદનશીલતા અને આધ્યાત્મિકતાને વધારી રહ્યા છે જ્યારે શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના પ્રથણ પદમાં ગોચર કરશે તો વધારે શુભ પ્રભાવ દેશે. આ સમયે શનિ દીર્ઘકાલિક લક્ષ્યો, બૌદ્ધિક વિકાસ અને નૈતિકતાને વધારશે. આ સમયે 5 રાશિના લોકોને કરિયર, ધન, સ્વાસ્થ્ય અને સંબંધોમાં સ્થિરતાનો લાભ આપશે.
વૃષભ રાશિના લોકોને કરિયર અને સામાજિક જીવનમાં નવા અવસર મળી શકે છે. શનિનું આ ગોચરના પ્રભાવથી સહકર્મીઓ અને મિત્રોનો સહયોગ મળશે. મહેનતની સરાહના થશે. નોકરીમાં પ્રગતિ થશે.
કર્ક રાશિના લોકોને ભાગ્ય સંબંધિત લાભ મળશે. શનિ ભાગ્યને મજબૂત કરશે. ઉચ્ચ શિક્ષા, વિદેશ યાત્રા અને આધ્યાત્મિક કાર્યોમાં સફળતા મળશે. ધાર્મિક માર્ગ પર ચાલવાની પ્રેરણા મળશે.
તુલા રાશિના લોકો માટે આ ગોચર સ્વાસ્થ્ય અને નાણાકીય સ્થિરતા સુધારનાર હશે. શનિ શત્રુઓ પર વિજય અને કરજ મુક્તિ અપાવશે. આ સમય દરમિયાન કરેલા કામમાં સફળતા મળશે. પડકારનો સામનો કરવાની શક્તિ મળશે.
મકર રાશિના લોકોને શનિ કરિયર અને વ્યક્તિગત જીવનમાં સ્થિરતા આપશે. ભાઈ બહેનોના સંબંધ સુધરશે. સંચાર કૌશલનો લાભ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
કુંભ રાશિના લોકોનું ધન અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. શનિ આ સમયે રોકાણ, બચત અને સંપત્તિ સંબંધિત લાભ કરાવી શકે છે. પરિવાર સાથે સંબંધ મજબૂત થશે. યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.