PHOTOS

શનિની લોઢાના પાયે ચાલ આ 3 રાશિવાળા માટે લોઢાના ચણા ચાવવા જેવી રહેશે, ભયંકર કષ્ટ આપશે, ધનહાનિ કરાવશે!

શનિદેવે 29 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કર્યું. આ સાથે શનિદેવ 3 રાશિઓમાં લોઢાના પાયે ચાલી રહ્યા છે. જે આ રાશિના જાતકો માટે ખુબ કષ્ટદાયક રહી શકે છે. શનિદેવ સામાન્ય રીતે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. એટલે કે અઢી વર્ષ સુધી હવે આ રાશિવાળા માટે લોઢાના ચણા ચાવવા જેવા દિવસો રહી શકે છે. 

Advertisement
1/6

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ સોના, ચાંદી, તાંબા અને લોઢાના પાયે ચાલે છે. 29 માર્ચના રોજ શનિ ગોચર બાદ શનિ 3 રાશિઓમાં લોઢાના પાયે ચાલી રહ્યા છે. 

2/6
લોઢાનો પાયો અશુભ
લોઢાનો પાયો અશુભ

જ્યોતિષ શાસ્ત્રમાં લોઢાનો પાયો અશુભ ગણાય છે. શનિના લોઢાના પાયે ચાલવું એ સંબંધિત રાશિવાળાને ખુબ કષ્ટ આપે છે. જાણો આ 3 રાશિવાળાએ આગામી અઢી વર્ષ સુધી શું સાચવવું પડશે. 

Banner Image
3/6
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિ પર શનિની  સાડા સાતી ચાલે છે. શનિનો લોઢાનો પાયો મેષ રાશિના જાતકોને ખુબ કષ્ટ આપી શકે છે. તમારે દરેક મોરચે પરીક્ષા આપવી પડી શકે છે. ધનહાનિના યોગ છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. 

4/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિવાળા પર શનિની ઢૈય્યાનો સાયો છે. તેમના પર શનિનો લોઢાનો પાયો નિરાશા અને નિષ્ફળતા વધારી શકે છે. સંઘર્ષપૂર્ણ સમય રહેશે. ખુબ મુશ્કેલીઓ બાદ કોઈ સફળતા મળી શકે છે. નાની અમથી ભૂલ પણ મોટી સજા અપાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. 

5/6
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોને શનિનો લોઢાનો પાયો અનેક ક્ષેત્રોમાં નુકસાન કરાવશે. વિરોધીઓ નુકસાન પહોંચાડી શકે છે. માનહાનિ થઈ શકે છે. ઢૈય્યાનો પ્રભાવ પણ છે જે તમારા ખર્ચા વધારશે. રોકાણથી હાનિ થઈ શકે છે. 

6/6
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More