કર્મફળના દાતા શનિ 31 જુલાઈના રોજ ગુરુ બૃહસ્પતિ સાથે સંયોગ કરીને શાતંક યોગ બનાવશે. જેનાથી ત્રણ રાશિના જાતકોને નોકરી અને વેપાર ધંધામાં સારો એવો ફાયદો થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ કર્મફળદાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. જેના લીધી દરેક રાશિના જાતકોના જીવનમાં લાંબા સમય સુધી અસર રહે છે. શનિ હાલ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરશે. આવામાં શનિ ગુરુ સાથે સંયોગ કરીને શતાંક યોગ બનાવશે. 31 જુલાઈના રોજ રાતે 10.09 કલાકે એક બીજાથી 100 ડિગ્રી પર રહેશે જેનથી સેનેટાઈલ એટલે કે શતાંક યોગ બનશે. શતાંક યોગને અંગ્રેજીમાં સેનેટાઈલ કોમ્બિનેશન એટલે કે 100° કોમ્બિનેશન પણ કહે છે. આ ખાસ યોગ બનવાથી કેટલીક રાશિઓને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
શનિ-ગુરુનો શતાંક યોગ વૃષભ રાશિના જાતકો માટે ખુબ લકી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં લાભ કરાવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો હવે પૂરા થઈ શકે છે. શનિના વક્રી થવાથી તમને ખાસ સકારાત્મક પરિણામો મળી શકે છે. ગુરુના ધનભાવમાં હોવું એ આકસ્મિક ધનલાભનો યોગ બનાવે છે જેનાથી આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે અને આવકમાં વધારો સંભવ છે. મતભેદો દૂર થઈ શકે છે. સંવાદ શૈલી એટલી પ્રભાવશાળી રહેશે કે તમે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હશે તેમાં પ્રગતિ થઈ શકે છે. રોકાણ સારો લાભ કરાવી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. બધુ મળીને આર્થિક સ્થિતિ સારી રહેશે અને અચાનક ધનલાભના યોગ છે. સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન વધશે.
મકર રાશિના જાતકો માટે શનિ અને ગુરુનો શતાંક યોગ ફળદાયી રહી શકે છે. આવામાં આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો હવે પૂરા થઈ શકે છે. જીવનમાં ચાલતી પરેશાનીઓમાં રાહત મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. વેપારમાં પણ લાભના સંકેત છે. મુસાફરી કરવી પડે તેવા યોગ છે. આ સમય તમારા માટે પ્રગતિ અને શાંતિ લઈને આવી શકે છે.
કુંભ રાશિના જાતકો માટે પણ ગુરુ અને શનિનો શતાંક યોગ અનેક રીતે લાભકારી રહી શકે છે. આ રાશિના જાતકો માટે શતાંક યોગ ખુશીઓ લઈને આવી શકે છે. શનિની સાડા સાતીનો અંતિમ તબક્કો પણ ચાલે છે. આવામાં અત્યંત શુભ સંકેત મળી શકે છે. દરેક ક્ષેત્રે સફળતા મળે તેવા યોગ છે અને ધનલાભના પણ પ્રબળ સંકેત છે. શતાંક યોગના કારણે પરિવાર સાથે સંબંધ મધુર રહેશે અને ધનભેગુ કરવામાં સફળ રહેશો. વિદેશી કંપનીઓ તરફથી નોકરીના પ્રસ્તાવ મળી શકે છે. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ છે. આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.