વૈદિક જ્યોતિષ મુજબ 15 જૂનના રોજ સાંજે 7.57 કલાકે શનિ ગુરુ એક બીજાથી 90 ડિગ્રી પર હશે, જેનાથી કેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગનું નિર્માણ થવાથી જાતકોને બંપર લાભ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે શનિ મીન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. શનિના ગુરુની રાશિમાં બિરાજમાન હોવાથી કેટલીક રાશિઓને પણ સારો એવો લાભ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી પ્રભાવશાળી ગ્રહ અને ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલે છે. હાલ શનિએ મીન રાશિમાં ગોચર કર્યું છે અને જૂન 2027 સુધી આ રાશિમાં રહેશે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડશે. જેનાથી અનેક રાજયોગનું નિર્માણ થાય છે. આવામાં શનિએ ગુરુ સાથે મળીને કેન્દ્ર યોગ બનાવશે. શનિ અને ગુરુ ત્યારે એક બીજાથી 90 ડિગ્રી પર હશે. આવામાં કેટલાક રાશિના જાતકોને બંપર લાભ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
મેષ રાશિના જાતકો માટે શનિ-ગુરુનો કેન્દ્ર યોગ લકી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે. તમારામાં થોડી આળસ વધી શકે છે. પરંતુ તમારે તેની સામે લડીને આગળ વધવાનું રહેશે. આવામાં નોકરીમાં અપાર સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. આ સાથે જ વિદેશમાં નોકરી મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. ધર્મ કર્મના મામલાઓમાં તમારો ઝૂકાવ વધુ રહેશે. આવામાં તમે ધાર્મિક મુસાફરી કરી શકો છો. વેપારમાં પણ પ્રગતિના યોગ છે. આવકમાં સારો એવો વધારો થવાના યોગ છે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે.
કર્ક રાશિના જાતકો માટે ગુરુ-શનિનો કેન્દ્ર યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના કામમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. કામના મામલે અનેક મુસાફરી થઈ શકે છે. તમને સારો એવો લાભ થઈ શકે છે. ધર્મ કર્મના ક્ષેત્રોમાં તમારો રસ રહેશે. આવામાં તમે અનેક સારા કામ કરી શકો છો. વિદેશ જવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે સારા સંબંધ રહી શકે છે. ઉચ્ચ શિક્ષણનું સપનું પૂરું થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, જેનાથી અનેક ક્ષેત્રોમાં તમે સફળતા મેળવી શકો છો.
આ રાશિના જાતકોને શનિની સાડા સાતીથી છૂટકારો મળ્યો છે. આવામાં ગુરુ શનિનો કેન્દ્ર યોગ આ રાશિના જાતકો માટે સોને પે સુહાગા રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કામના મામલે નાનો મોટો પ્રવાસ થઈ શકે છે. જેનાથી સારો એવો લાભ થઈ શકે છે. સંતાનની પ્રગતિના યોગ છે. નોકરીમાં સારા પરિણામ મળી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે જેમાં સતર્ક રહેવાની જરૂર છે. તમારા નિર્મય દ્વારા વેપારમાં ખુબ પ્રગતિ થઈ શકે છે. નોકરીમાં પદોન્નતિના પ્રબળ યોગ છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)