Shani Nakshatra Gochar 2024: શનિ ગ્રહનું સૌથી મોટુ ગોચર 3 ઓક્ટોબર 2024 ના રોજ એટલે કે પ્રથમ નોરતે થવાનું છે. 3 ઓક્ટોબરે શનિ ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. શનિ અને રાહુનું આ મિલન દરેક રાશિને અસર કરશે.
શનિની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય તો તેની અસર દરેક વ્યક્તિના જીવન પર જોવા મળે. ઓક્ટોબર મહિનાની શરુઆતમાં શનિનું જે રાશિ પરિવર્તન થવાનું છે તે 5 રાશિઓ માટે અત્યંત શુભ અને ફળદાયી છે.
રાહુ અને શનિ સાથે હોય તો અશુભ ફળ આપે છે પરંતુ મેષ રાશિ માટે આ સમય સારો છે. આ રાશિના લોકોની જુની સમસ્યાઓનો અંત આવશે. સ્ટ્રેસ દુર થશે અને ધનલાભ થશે.
સિંહ રાશિ માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ ફળ આપનાર છે. કાર્યસ્થળ પર લાભ થશે. નવું કામ શરુ કરવા માટે બેસ્ટ સમય.
શનિનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના લોકોને અઢળક ધનલાભ કરાવશે. આર્થિક સમસ્યાઓનો અંત આવી જશે. એક પછી એક ધન કમાવાની તકો સામે આવતી જશે.
શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કન્યા રાશિના લોકોની પર્સનલ લાઈફમાં ખુશીઓ વધારનાર હશે. નવા વેપારમાં લાભ થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.
મીન રાશિ માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ છે. જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. આર્થિક લાભ અને સંપત્તિ વધશે. માન-પ્રતિષ્ઠા વધશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ હશે.