Shani Jayanti: જેઠ અમાસ પર શનિ જયંતીની ઉજવણી થાય છે. આ વર્ષે શનિ જયંતી 27મી મેના રોજ ઉજવાઈ રહી છે. જ્યોતિષાચાર્યો મુજબ આ વખતે શનિ જયંતી કેટલીક રાશિના જાતકો માટે ખુબ ફળદાયી રહી શકે છે. તેમનો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
આધ્યાત્મિક દ્રષ્ટિથી આ વર્ષે શનિ જયંતીનો દિવસ ખુબ શક્તિશાળી માનવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે જે શનિ જયંતી પર શનિદેવની વિધિ વિધાનથી પૂજા કરે છે તેમનો બેડોપાર થઈ જાય છે. શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. શનિ જયંતી પર બની રહેલા દુર્લભ સંયોગ કઈ કઈ રાશિઓને ફાયદો કરાવશે, કોને મળી શકે નોકરી, ધન તે ખાસ જાણો.
શનિ જયંતી દર વર્ષે જેઠ અમાસ પર મનાવવામાં આવે છે. આ વર્ષે 27મી મેના રોજ છે. આ દિવસે મંગળવાર હોવાથી ભૌમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ સાથે જ શનિ જયંતી પર ત્રીજો બડા મંગલ પણ છે. આવામાં શનિ જયંતીના દિવસે સુકર્મા યોગ, દ્વિપુષ્કર યોગ, અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. જેનો લાભ કેટલીક રાશિના જાતકોને થઈ શકે છે.
વૃષભ રાશિના જાતકો માટે શનિ જયંતીથી ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. સકારાત્મક પરિવર્તન જોવા મળશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. વ્યવસાય કરવા માટે સારો સમય રહેશે, વેપારમાં પણ વધારો થશે અને પદ પ્રતિષ્ઠા પણ વધી શકે છે.
મિથુન રાશિવાળાને પણ શનિજયંતીથી મહેનત રંગ લાવશે. જે કાર્ય કરવાનું મન થઈ રહ્યું હશે તે પૂરા થશે. હનુમાનજી અને શનિદેવ બંનેની કૃપાને પાત્ર બનશો. તમારા જીવનમાં જલદી એક સારો ફેરફાર આવવાનો છે. સહયોગીઓની મદદથી પ્રગતિની રાહ સરળ બનશે.
કર્ક રાશિવાળા માટે શનિનું રાશિ પરિવર્તન શુભ પરિણામ લઈને આવ્યું છે. તમારી પરેશાનીઓ ઓછી થશે. તમને તમારા પરિવાર અને માતા પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે. કર્ક રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં અપાર સફળતા મળી શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.