Shani Jayanti 2025: જેઠ માસની અમાસના દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ 27 મે અને મંગળવારે ઉજવાશે. 27 મે ના રોજ કેટલાક શુભ યોગ પણ બનશે જેના કારણે 4 રાશિઓને બંપર લાભ થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ન્યાયાધીશ છે. તે દરેક રાશિના લોકોને તેના કર્મ અનુસાર ફળ આપે છે. 27 મે 2025 ના રોજ શનિ જયંતિ ઉજવાશે. આ વર્ષની શનિ જયંતિ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે દુર્લભ સંયોગ બની રહ્યા છે.
શનિ જયંતિના દિવસે કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર અને સુકર્મા યોગનો સંયોગ સર્જાશે. આ દિવસે સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે. સાથે જ દ્વિપુષ્કર યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે. આ બધા જ યોગના કારણે 4 રાશિઓ પર ધનનો વરસાદ થઈ શકે છે.
વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ વધશે. કરિયરમાં ઊંચાઈ પ્રાપ્ત થશે. પ્રમોશન-પગાર વધારો થઈ શકે છે. ધનના રોકાણથી લાભ થશે. ઈચ્છા પુરી થશે.
મિથુન રાશિ માટે પણ શનિ જયંતિ શુભ છે. અત્યાર સુધી કરેલી મહેનતનું ફળ મળશે. કામોમાં સફળતા મળશે. વેપાર સારો ચાલશે, નફો વધશે.
મકર રાશિના લોકોને શનિ જયંતિ લાભ કરાવશે. આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થશે. મહેનતનું ફળ મળશે. ધનની આવકના નવા રસ્તા ખુલશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે.
કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. અટકેલું ધન પરત મળશે. ખર્ચ ઘટશે અને આવક વધશે. કાર્યસ્થળ પર કામ બનવા લાગશે.