PHOTOS

30 વર્ષ પછી શનિ અને મંગળનો બનશે ખતરનાક સમસપ્તક યોગ, 28 જુલાઈથી આ રાશિઓની વધશે મુશ્કેલી; કરશે ધનોતપનોત!

Shani Mangal Yuti Samsaptak Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને મંગળનો સમસપ્તક યોગ બનાવા જઈ રહ્યો છે, જે કેટલીક રાશિઓની સમસ્યાઓ વધારી શકે છે.

Advertisement
1/5
Shani Mangal Yuti Samsaptak Yog
Shani Mangal Yuti Samsaptak Yog

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને શુભ અને અશુભ યોગ બનાવે છે. જેની અસર માનવ જીવન તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, 28 જુલાઈના રોજ મંગળ ગ્રહ પોતાના શત્રુ બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યારે શનિ દેવ મીન રાશિમાં સંચરણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મંગળ અને શનિ એકબીજાની સામે હોવાથી સમસપ્તક યોગ બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓની સમસ્યાઓ વધી શકે છે. સાથે જ આ રાશિઓને ખરાબ સ્વાસ્થ્યની સાથે રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે.

2/5
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિ અને મંગળનો યુતિ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિનો મંગળ છઠ્ઠા ભાવમાં સ્થિત હશે. જ્યારે શનિદેવ બારમા ભાવમાં બિરાજમાન છે. તેથી આ સમયે તમારે બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે. તમારા રૂપિયા કોર્ટ કેસ અને સ્વાસ્થ્ય પર ખર્ચ થઈ શકે છે. તેમજ તમારા પર ખોટા આરોપ લાગી શકે છે. શનિની સાડાસાતી પણ તમારા પર ચાલી રહી છે, તેથી તમારે ખાસ કાળજી રાખવી જોઈએ. તેથી તમારે શનિ અને મંગળના મંત્રોનો જાપ કરવો જોઈએ.

Banner Image
3/5
મિથુન રાશિ
મિથુન રાશિ

શનિ અને મંગળનો સમસપ્તક યોગ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર અને ગુરુ તમારી રાશિમાં સ્થિત હશે. શનિ અને મંગળ તમારી રાશિના કરિયર ભાવમાં હશે. શનિ વક્રી હોવાને કારણે તમે તમારી નોકરી ગુમાવી શકો છો. આ ઉપરાંત તમારે આ સમયે તમારી નોકરી બદલવી જોઈએ નહીં. તમારે કાર્યસ્થળ પર બેદરકારી અને દલીલો ટાળવી જોઈએ. શનિ આઠમા ઘરનો સ્વામી પણ છે. તેથી સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારે આ સમયે લાલ અને કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તમે એક પન્ના રત્ન પહેરી શકો છો.

4/5
કર્ક રાશિ
કર્ક રાશિ

શનિ અને મંગળનો અશુભ યોગ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં સૂર્ય દેવ સ્થિત છે. આ ઉપરાંત 17 ઓગસ્ટના રોજ કેતુ સાથે બીજા ભવામાં જશે. જ્યારે રાહુ આઠમા ભાવમાં અને મંગળ ત્રીજા ભાવમાં રહેશે. તેમજ શનિ ભાગ્ય સ્થાનમાં રહેશે. તેથી સમસપ્તક યોગમાં 5 ગ્રહો આવશે. તેથી આ સમયે તમને રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ ઉપરાંત કોઈ બાબતમાં તણાવ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.

5/5

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More