વૈદિક જ્યોતિષ મુજબ 9 ઓગસ્ટના રોજ સવારે 12.10 કલાકે મંગળ અને અરુણ એક બીજાથી 120 ડિગ્રી પર હશે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ સાથે જ સવારે 8.18 કલાકે મંગળ અને શનિ એકબીજાથી 180 ડિગ્રી પર હશે જેનાથી પ્રતિયુતિ થઈ રહી છે. આવામાં કેટલીક રાશિના જાતકોને સારો એવો ફાયદો થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ નવગ્રહો એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ નક્ષત્ર પરિવર્તન કરતા હોય છે. જેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. ગ્રહોના સેનાપતિ મંગળની વાત કરીએ તો હાલ સિંહ રાશિમાં કેતુ સાથે યુતિ કરી રહ્યા છે જ્યારે 28 જુલાઈએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આવામાં શનિ અને અરુણ ગ્રહ સાથે નવપંચમ ને પ્રતિયુતિ કરી રહ્યા છે જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. રક્ષાબંધન પર આ શુભ યોગોનું નિર્માણ થવાથી 3 રાશિઓને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે અકલ્પનીય ધનલાભ થઈ શકે છે.
મેષ રાશિના જાતકો માટે શનિ, અરુણ અને મંગળનો નવપંચમ અને પ્રતિયુતિ રાજયોગ બનવો ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. મેષ રાશિ પર શનિની હાલ સાડા સાતી ચાલે છે. પરંતુ શનિના વક્રી થવાના કારણે તેનો પ્રભાવ ઓછો થશે. આ સાથે જ જીવનમાં ચાલતી સમસ્યાઓ ઓછી થશે. ફાલતું ખર્ચાથી આરામ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર વચ્ચે ચાલતો અણબનાવ સમાપ્ત થઈ શકે છે. વિદેશ સંબંધિત મામલાઓમાં પણ તમને લાભ થઈ શકે છે. જીવનમાં નકારાત્મકતા પણ ઘટતી જોવા મળશે.
મિથુન રાશિના જાતકો માટે મંગળ અને શનિનો નવપંચમ યોગ અને મંગળ તથા અરુણનો પ્રતિયુતિ યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિમાં શનિ 10માં ઘરમાં વક્રી છે. આવામાં શનિ કાર્યક્ષેત્રે પરિવર્તન લઈને આવે છે. આ ઉપરાંત મંગળ તમારા છઠ્ઠા ઘરનો માલિક છે. મંગળની દ્રષ્ટિ શનિ પર જઈ રહી છે આવામાં જીવનમાં કોઈ પ્રકારના જૂના રોગ, કરજ, કોર્ટ કેસ વગેરેમાં રાહત મળી શકે છે. કોઈ નવા અને સારી નોકરીના ચાન્સ પણ મળી શકે છે. મંગળ અને શનિ બંને ટ્રાન્સફર અને ટ્રાવેલ તરફ જોઈ રહ્યા છે.
મીન રાશિના જાતકોને જીવનમાં શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલે છે. પરંતુ રક્ષા બંધન વખતે શનિ વક્રી અવસ્થામાં જોવા મળશે. આવામાં નકારાત્મક પળોમાં કઈક કમી જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા દ્વારા કરાયેલી મહેનતનું ફળ અવશ્ય મળશે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. વ્યક્તિત્વમાં દ્રઢતા આવશે અને આત્મવિશ્વાસ વધશે. વિદેશમાં કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.