Shani margi 2025: કર્મફળદાતા શનિ મીન રાશિમાં માર્ગી થશે. શનિની સીધી ચાલ ત્રણ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં બમ્પર લાભ કરાવી શકે છે.
વૈદિક જ્યોતિષ પ્રમાણે શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે કર્મના આધારે ફળ આપે છે. તેવામાં તે રાજાને રંક અને રંકને રાજા બનાવતા વિલંબ કરતા નથી. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવતા શનિને 30 વર્ષનો સમય લાગે છે. આ સમયે શનિ દેવ મીન રાશિમાં બિરાજમાન છે. તો જુલાઈ મહિનામાં શનિ આ રાશિમાં વક્રી થશે અને આશરે 138 દિવસ આ અવસ્થામાં રહેશે. શનિનું વક્રી થવું ઘણા જાતકો માટે લાભદાયક રહેશે. તો 28 નવેમ્બર સવારે 9 કલાક 20 મિનિટ પર મીન રાશિમાં માર્ગી થઈ જશે. શનિી સીધી ચાલ કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો કરશે. સાથે આ જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
આ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંત આવશે. કોઈ મુશ્કેલીમાં ફસાયેલા છો તો આ સમયમાં તેનો હલ મળી શકે છે. મહત્વનું છે કે શનિ આ રાશિના છઠ્ઠા ભાવમાં માર્ગી થશે. તેવામાં જાતકોને તેની મહેનતનું ફળ મળશે. લાંબા સમયથી બંધ કામ શરૂ થઈ શકે છે. આ સાથે જીવનમાં ખુશીઓ વધશે. પરિવારમાં જમીન વિવાદ ચાલી રહ્યો છે તો હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે. તેવામાં તમને માન-સન્માન સાથે પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે. તમને બોનસ પણ મળી શકે છે.
શનિ મહારાજ નવમ ભાવ અને દશમ ભાવના સ્વામી થઈ એકાદશ ભાવમાં માર્ગી થશે. લાભ અને આવક સ્થાનમાં સીધી ચાલ ચાલવાથી આ રાશિના જાતકોની આવકમાં સારો વધારો જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલા દેવામાં રાહત મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. તમારી અંદર નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે, જેનાથી તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. નવી તક સાથે પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વેપારની વાત કરીએ તો નવા પ્રોજેક્ટ કે ઓર્ડર મળી શકે છે. તેવામાં તમે સારી કમાણી કરી શકો છો. સ્વાસ્થ્ય સારૂ રહેશે.
આ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું અનુકૂળ સાબિત થશે. આ રાશિના જાતકોના પાંચમાં ભાવમાં શનિ માર્ગી થશે. તેવામાં આ રાશિના જાતકોના દાંપત્ય જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. આ સાથે પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને નવેમ્બર સાથે સારો લાભ મલી શકે છે. સંતાન તરફથી ચાલી રહેલી સમસ્યાઓ અને ચિંતાઓ સમાપ્ત થઈ શકે છે. સંતાનની પ્રગતિ થશે. આ સાથે આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. જૂની મુશ્કેલી હવે સમાપ્ત થશે. શેર માર્કેટમાં રોકાણ કરવું લાભકારી સાબિત થઈ શકે છે. તમે નાણાની બચત કરવામાં સફળ થશો. આ સાથે ભૌતિક સુખની પ્રાપ્તિ થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.