Shani Margi and Guru Vakri: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ માર્ગી અને ગુરૂ વક્રી થવાના છે, જેનાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે. આ જાતકોને નોકરી-ધંધામાં લાભ મળશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર માર્ગી અને વક્રી થાય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં કર્મફળ દાતા અને ન્યાયાધીશ શનિ દેવ માર્ગી થવાના છે. શનિ દેવ મીન રાશિમાં માર્ગી થશે. તો આ મહિને સુખ-સમૃદ્ધિના દાતા ગુરૂ વક્રી થશે. એટલે કે ઉલટી ચાલ ચાલશે. ગુરૂ કર્ક રાશિમાં વક્રી થશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું વક્રી અને શનિ દેવનું માર્ગી થવું લાભદાયક સાબિત થશે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ધન સ્થાન પર વક્રી થશે તો શનિ દેવ કર્ક સ્થાન પર માર્ગી થશે. તેથી આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે અને પરિવારમાં માંગલિક કાર્યો થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. આ દરમિયાન નોકરી કરતાં જાતકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે.
તમારા લોકો માટે ગુરૂનું વક્રી થવું અને શનિ દેવનું માર્ગી સકારાત્મક સાબિત તી શકે છે. ગુરૂ તમારી રાશિમાં વક્રી થશે તો શનિ દેવ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર સીધી ચાલ ચાલશે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે અને ભાગીદારીના વ્યવસાયમાં મોટો લાભ થઈ શકે છે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયમાં તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
ગુરૂ ગ્રહનું વક્રી અને શનિની સીધી ચાલ તુલા રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી થશે તો શનિ દેવ છઠ્ઠા સ્થાન પર સીધી ચાલ ચાલશે. તેથી કામ-ધંધામાં તમને લાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને ઓફિસમાં જુનિયર અને સીનિયરનો સહયોગ મળી શકે છે. તમને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. દુકાનદારોને જૂના રોકાણથી લાભ થશે. બિઝનેસમેનને વિરોધીઓથી મુક્તિ મળશે અને બિઝનેસનો વિસ્તાર થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.