PHOTOS

Shani Nakshatra Parivartan: રક્ષાબંધન પર શનિદેવ બદલશે નક્ષત્ર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, દરેક કાર્ય થશે સફળ

Shani Nakshatra Parivartan: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે પણ તેનો પ્રભાવ 12 રાશિ પર જોવા મળે છે. નક્ષત્ર પરિવર્તનથી પણ કેટલીક રાશિઓને ફાયદો થાય છે તો કેટલીક રાશિવાળા લોકો માટે મુશ્કેલ સમય શરૂ થાય છે. ટૂંક સમયમાં જ શનિદેવ પણ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 

Advertisement
1/5
શનિનું નક્ષત્ર પરિવર્તન
શનિનું નક્ષત્ર પરિવર્તન

19 ઓગસ્ટના રોજ શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે. આ દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવશે.. રક્ષાબંધનના દિવસે શનિનું નક્ષત્ર પરિવર્તન થવાનું છે જે કેટલીક રાશિને આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ કરાવશે. તો સાથે જ કેટલીક રાશિઓને સાવધાન રહેવાની જરૂર પડશે. 

2/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

શનિના નક્ષત્ર પરિવર્તનથી વૃષભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં લાભ થવાના યોગ સર્જાઇ રહ્યા છે. આ સમયે ઇચ્છિત જગ્યાએ બદલી પણ થઈ શકે છે અને આવકના સાધનો વધી શકે છે. પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. સંતાન પક્ષે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. 

Banner Image
3/5
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિ માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ રહેવાનું છે. આ સમય દરમિયાન ધાર્મિક કાર્યોમાં રસ વધશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો. કાર્યમાં સફળતા મળવાના યોગ છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. વિદેશ યાત્રા થવાની પણ સંભાવના. 

4/5
કન્યા રાશિ 
કન્યા રાશિ 

શનિના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિના લોકોને સુખદ પરિણામ મળશે. જે પણ કાર્ય કરશો તે ઝડપથી પૂરું થશે અને લાભ પણ મળશે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તેનાથી મુક્તિ મળશે. ભૌતિક સુખ વધશે. મનમાં પ્રસન્નતા રહેશે.

5/5




Read More