Shani Dev vakri: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ માર્ગી થઈ શક્તિશાળી ધન રાજયોગ બનાવવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે.
વૈદિક જ્યોતિષમાં શનિ દેવને ન્યાય પ્રિય અને કર્મફળ દાતા માનવામાં આવે છે. સાથે શનિ દેવ સમય-સમય પર વક્રી અને માર્ગી થઈ રાજયોગનું નિર્માણ કરે છે. તમને જણાવી દઈએ કે 2025ના અંતમાં શનિ દેવ માર્ગી થવાના છે, જેનાથી ધન રાજયોગનું નિર્માણ થશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકો માટે આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
તમારા માટે ધન રાજયોગનું નિર્માણ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી બીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. તો તે તમારા લગ્ન અને 12મા સ્થાનના સ્વામી પણ છે. તેથી આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે કુંભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારી વાણી પ્રભાવશાળી રહેશે. આ સમયે તમે બચત કરવામાં સફળ રહેશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધાર થશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે.
ધન રાજયોગનું બનવું વૃષભ રાશિના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર માર્ગી થવા જઈ રહ્યાં છે. સાથે શનિ દેવ દસમાં સ્થાનના સ્વામી છે. આ સમયે તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. તમારી આવકમાં વધારો થશે. સાથે આવકના નવા-નવા માધ્યમ બની શકે છે. આ સમયે કોઈ અટવાયેલા નાણાની પ્રાપ્તિ થઈ શકે છે. તમને રોકાણથી પણ લાભ થશે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે.
તમારા માટે ધન રાજયોગનું બનવું ભાગ્યશાળી રહેશે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ચોથા ભાવ પર સીધી ચાલ ચાલવાના છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ સાથે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અને તક મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નવા સંપર્ક લાભદાયક સાબિત થશે. જે લોકો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી કે જમીન-સંપત્તિ સાથે જોડાયેલા કાર્યો કરે છે, તેના માટે આ સમય લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમારા માતા અને સાસરિયાના સંબંધ સારા રહેશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.