PHOTOS

7 જૂને શુક્ર-શનિ ભેગા થઈ બનાવશે અત્યંત પાવરફૂલ રાજયોગ, આ રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સહિત ઈચ્છાઓ થશે પૂરી!

અને શનિ 7 જૂનના રોજ એકબીજાથી 30 ડિગ્રી પર હશે, જેનાથી દ્વિદ્વાદશ રાજયોગ બનશે. આવામાં  આ 3 રાશિના જાતકોને...

Advertisement
1/5

Dwi Dwadash Raj yog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિ-શુક્રનું વિશેષ મહત્વ છે. જ્યાં શનિને કર્મોના હિસાબ પ્રમાણે ફળ આપનારો ગ્રહ ગણવામાં આવે છે ત્યાં શુક્રને ધન-વૈભવ, માન સન્માન વગેરેનો કારક ગ્રહ ગણવામાં આવે છે. આવામાં આ બંને ગ્રહોની સ્થિતિમાં ફેરફારની અસર 12 રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે પડે છે. અત્રે જણાવવાનું કે શનિ હાલ મીન રાશિમાં છે. જ્યારે બીજી બાજુ શુક્ર જૂન મહિનામાં મેષ રાશિમાં રહેશે. આવામાં શનિ અને શુક્ર એકબીજાથી 30 ડિગ્રીએ હશે જેનાથી દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને જૂન માસમાં ખુબ લાભ મળી શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ દ્વિદ્વાદશ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી બારમા અને બીજા ભાવમાં હોય કે પછી 30 ડિગ્રીના અંતરે હોય.  જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

2/5
મકર રાશિ
મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શુક્ર-શનિનો દ્વિદ્વાદશ યોગ ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં ખુબ લાભ મળી શકે છે. માન સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવી શકે છે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. ધર્મ કર્મના મામલાઓમાં તમારો રસ વધી શકે છે. આ સાથે તમે ચતુરાઈ અને બુદ્ધિમાની દ્વારા અનેક કામોમાં સફળ થઈ શકો છો. પાર્ટનર સાથે તમારા સંબંધ મધુર થશે. તમે અનેક નાની મોટી મુસાફરીઓ કરી શકો છો. 

Banner Image
3/5
મેષ રાશિ
મેષ રાશિ

આ રાશિના જાતકો માટે શુક્ર-શનિનો દ્વિદ્વાદશ યોગ લકી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ બની શકે છે. શિક્ષણમાં લાંબા સમયથી આવતી ઉપાધિઓ દૂર થઈ શકે છે. સંતાન તરફથી જોવા મળી રહેલી પરેશાનીઓનો ઉકેલ આવી શકે છે. તમારી અનેક ઈચ્છાઓ પૂરી થશે. વેપારના ક્ષેત્રમાં લાભ થવાના યોગ છે. જીવનમાં સુખ શાંતિ વધશે. ધનની કમી દૂર થશે અને અટકેલા કામો પૂરા થશે. અનુશાસિત જીવન જીવી શકો છો.   

4/5
કુંભ રાશિ
કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે દ્વિદ્વાદશ યોગ ફળદાયી થઈ શકે છે. આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. આ રાશિમાં શનિ સાડા સાતીના અંતિમ તબક્કામાં છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ લાભ મળવાના યોગ છે. તમારા દ્વારા કરાયેલા કઠોર પરિશ્રમનું ફળ હવે મળી શકે છે. જીવનમાં તમે જે કામ માટે ખુબ મહેનત કરી રહ્યા હતા તેમાં હવે સફળ થઈ શકો છો. 

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More