PHOTOS

Shani Uday: 18 માર્ચથી શનિદેવ 2 રાશિઓ પર રહેશે મહેરબાન, 3 રાશિઓ માટે મુશ્કેલ સમય

Shani Uday: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ચાલનો પ્રભાવ વ્યક્તિ પર પડે છે. તે શુભ પણ હોય છે અને અશુભ પણ. વાત ન્યાયના દેવતા શનિદેવની કરીએ તો શનિ અત્યારે અસ્ત અવસ્થામાં છે. હવે આગામી મહિને 18 માર્ચે શનિ ઉદય થશે. શનિ ઉદયનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે. તેમાંથી બે રાશિના જાતકો પર તેનો શુભ પ્રભાવ પડવાનો છે. જ્યારે ત્રણ રાશિના જાતકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. આવો આ રાશિઓ વિશે જાણીએ..

Advertisement
1/5
મિથુન રાશિ
 મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શનિ ફદય લાભદાયક માનવામાં આવી રહ્યો છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. કામમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે અને સફળતા પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી ધનલાભ થશે અને આર્થિક સ્થિતિમાં સુધાર થશે. મન પણ શાંત રહેશે.  

2/5
તુલા રાશિ
 તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે શનિ ઉદય સારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારી સોંપી શકાય છે. શનિદેવની કૃપા તમારી સાથે બનેલી રહેશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. કરિયરના મામલામાં આ સમય તુલા રાશિના જાતકો માટે સારો રહેશે.

Banner Image
3/5
મેષ રાશિ
 મેષ રાશિ

શનિ ઉદય મેષ રાશિના જાતકો માટે સારો માનવામાં આવી રહ્યો નથી. આ સમયે તમારૂ મન અશાંત રહી શકે છે. નકારાત્મક વિચારોનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય માનસિક સ્થિતિ ખરાબ રહી શકે છે. વાહન સંભાળીને ચલાવવું, દુર્ઘટના થઈ શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

4/5
સિંહ રાશિ
 સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે શનિ ઉદય ખાસ રહેશે નહીં. આ સમયે તમારે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈપણ બેદરકારી મુશ્કેલીનું કારણ બની શકે છે. વેપારીઓએ નુકસાન ઉઠાવવું પડી શકે છે. કોઈપણ નિર્ણય કરતા પહેલા જરૂર વિચારો અને પછી નિર્ણય કરો.

5/5
ધન રાશિ
 ધન રાશિ

શનિ ઉદય ધન રાશિના જાતકો માટે પણ લાભદાયક રહેશે નહીં. આ સમયે માનસિક તણાવ રહેશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. બહારનું ભોજન કરવાનું ટાળો. પરિવારના સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે. યાત્રા કરવાનું ટાળો. બાકી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)  





Read More