કર્મફળ દાતા શનિદેવ જલદી મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. શનિના મીન રાશિમાં ઉલ્ટી ચાલ ચાલવથી આ ત્રણ રાશિના જાતકોને ખુબ ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ....
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. જેને કર્મફળ દાતા, ન્યાયના દેવતાથી લઈને દંડનાયક જેવા નામોથી ઓળખવામાં આવે છે. કારણ કે તે દરેક જાતકને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. અત્રે જણાવવાનું કે શનિ લગભગ અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં શનિ ગુરુની રાશિ મીનમાં લગભગ 30 વર્ષ બાદ પ્રવેશ કરી ગયા છે. શનિના મીન રાશિમાં જતા અનેક રાશિના જાતકોને લાભ તો ઘણાને જીવનમાં પરેશાનીઓની શરૂઆત થઈ ગઈ છે. હવે આ શનિ વક્રી અવસ્થામાં આવશે. શનિના વક્રી થવાથી કેટલાક રાશિના જાતકોને બંપર ફાયદો થઈ શકે છે. આ રાશિઓને નોકરી બિઝનેસમાં લાભ થઈ શકે છે. વૈદિક પંચાંગ મુજબ કર્મફળના દાતા શનિ 13 જુલાઈના રોજ સવારે 9.36 કલાકે મીન રાશિમાં વક્રી થશે અને લગભગ 138 દિવસ ઉલ્ટી ચાલ ચલશે. વક્રી શનિ કોને ફાયદો કરાવશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો...
કુંભ રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલથી ઘણો ફાયદો થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. રોકાણનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરી શકો છો. તેનાથી ઘણો લાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં ખુબ સફળતા મળી શકે છે. શારીરિક અને માનસિક રીતે મજબૂત થઈ શકો છો. શેર માર્કેટના માધ્યમથી તમને ખુબ લાભ થઈ શકે છે.
મીન રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ લાભકારી નીવડી શકે છે. આ રાશિના લગ્ન ભાવમાં શનિ વક્રી થશે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ધનલાભના પ્રબળ યોગ છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધશે. ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ પ્રવાસમાં સારો એવો ખર્ચ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કર્ક રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ લાભકારી નીવડી શકે છે. આ રાશિના નવમાં ભાવમાં શનિ રહેશે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. બંપર ધનલાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. નોકરી બિઝનેસમાં ભાગ્યોદય થઈ શકે છે. ધન સંપત્તિના મામલામાં પણ તમને લાભ મળી શકે છે. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધશે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. કામ મામલે મુસાફરી કરી શકો છો. જે લાભકારી રહી શકે છે. વિદેશથી પણ લાભ થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.