કર્મફળદાતા શનિદેવની વક્રી અવસ્થા કુલ 138 દિવસ હોય છે. આ દરમિયાન શનિ ઉલ્ટી ચાલ ચલશે. શનિની વક્રી અવસ્થા મેષથી લઈને મીન પર પ્રભાવ છોડશે. શનિની ઉલ્ટી ચાલથી કેટલીક રાશિના જાતકોને બંપર ફાયદો થઈ શકે છે.
કર્મફળદાતા શનિદેવ દરેક વ્યક્તિને કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ ગ્રહ તેની ધીમી ગતિના ગોચર માટે જાણીતો છે. હાલમાં શનિ મીન રાશિમાં ગોચર કરે છે અને 13 જુલાઈના રોજ સવારે 7.24 વાગે વક્રી થશે. ત્યારબાદ 28 નવેમ્બરે શનિ માર્ગી થશે. વક્રી શનિનો કુલ સમયગાળો 138 દિવસ હશે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિની વક્રી ચાલનો અર્થ હોય છે કે શનિ ગ્રહનું ઉલ્ટી દિશામાં ચાલવું. આ દરમિયાન શનિનો મીનથી લઈને મેષ રાશિ પર પ્રભાવ જોવા મળશે. કેટલીક રાશિઓ માટે આ સમયગાળો ખુબ શુભ સાબિત થઈ શકે છે. જાણો કયા કયા ખાસ લાભ થઈ શકે.
કર્ક રાશિના જાતકો માટે વક્રી શનિ સુખદ પરિણામ લઈને આવશે. અટકેલા કામો પાર પડશે. કાર્યોમાં આવતા વિધ્નો દૂર થશે. પરિવાર સાથે સારો સમય વિતશે. આવકમાં વધારાના યોગ છે. શત્રુઓ પછડાશે. રોકાણથી સારો લાભ થઈ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતાના સંકેત છે. જો કે પિતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો.
મકર રાશિવાળા માટે પણ શનિની વક્રી અવસ્થા લાભકારી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને કોઈ મુસાફરી પર જવાની તક મળશે. ભાઈ બહેનોની સાથે સંબંધોમાં મધુરતા આવશે અને મિત્રોનો સહયોગ મળશે. આ દરમિયાન તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. પરિવાર સાથે આનંદદાયક સમય વિતશે.
કુંભ રાશિવાળાને પણ વક્રી શનિથી ખુબ ફાયદો થઈ શકે છે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે પૂરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણથી સારો લાભ થઈ શકે છે. કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળી શકે છે. વેપાર કારોબારમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને કામકાજમાં ઉત્સાહ જળવાશે. નવી તકોનો ઉપયોગ કરવાનો સમય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)