Lord Shani Dev Favorite Zodiac: ભગવાન શનિદેવને આ 3 રાશિવાળા ખુબ પ્રિય છે અનિ શનિદેવ આ રાશિવાળા પર પોતાના આશીર્વાદ હંમેશા રાખે છે. ચેક કરો તમારી રાશિ છે કે નહીં.
વૈદિક જ્યોતિષમાં 9 ગ્રહ, 12 રાશિ અને 27 નક્ષત્રોનું વર્ણન મળી આવે છે. આ સાથે જ આ રાશિઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. જેના કારણે આ રાશિઓ સાથે જોડાયેલા લોકોનો નેચર, વ્યક્તિત્વ અને કરિયર-કારોબાર એક બીજાથી અલગ હોય છે. અમે તમને એવી 3 રાશિઓ વિશે જણાવીશું જેના પર શનિ મહારાજની વિશેષ કૃપા હોવાનું કહેવાય છે. આ લોકો મહેનતુ અને કર્મઠ હોય છે. આ લોકો ભાગ્ય કરતા કર્મ પર વધુ વિશ્વાસ કરે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મકર રાશિના સ્વામી શનિદેવ હોય છે. આથી આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. આ સાથે જ આ રાશિ સાથે જોડાયેલા લોકો મહેનતુ અને કર્મઠ હોય છે. આ લોકો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ શાંતિ જાળવી શકે છે. આ લોકો ભાગ્ય કરતા કર્મ પર વધુ વિશ્વાસ કરે છે. શનિદેવની કૃપાથી આ લોકો પોતાના જરૂરી કામો પાર પાડી શકે છે. આ લોકોને શનિદેવની પૂજા કરવાથી ખુબ લાભ થાય છે.
કુંભ રાશિના જાતકો પર શનિદેવનું આધિપત્ય હોય છે. આથી આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેલી છે. આ લોકો ખુબ મહેનત કરે છે. આ લોકો પોતાની શરતો પર કામ કરવાનું પસંદ કરે છે. શનિદેવની કૃપાથી આ રાશિવાળાને ધનની પ્રાપ્તિ થાય છે અને તેમણે ક્યારેય ધનની અછતનો સામનો કરવો પડતો નથી. સમયના પાબંદ હોય છે અને દરેક કામ સમયસર પતાવતા હોય છે.
વૃષભ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેલી છે. કારણ કે શુક્રદેવ આ રાશિના સ્વામી ગ્રહ છે અને શનિદેવ સાથે તેમની મિત્રતા છે. આથી આ રાશિવાળા પોતાના જીવનમાં ઢગલો ધન કમાય છે અને આ સાથે આ લોકો મની માઈન્ડેડ પણ હોય છે. આ લોકોની અંદર દ્રઢ ઈચ્છાશક્તિ અને એકાગ્રતાની ક્ષમતા હોય છે. આ લોકોનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.