PHOTOS

Team India: ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, પત્ની સાથે સામે આવ્યો પ્રથમ Photos

Indian Cricket Team: ઓપનર કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ બાદ ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક ખેલાડીએ લગ્ન કરી લીધા છે. આ ખેલાડી ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર છે. લગ્ન બાદ શાર્દુલ ઠાકુર અને તેની પત્ની  િતાલી પારૂલકર (Mitali Parulkar) નો પ્રથમ ફોટો (Shardul Thakur Wedding) સામે આવ્યો છે. 

Advertisement
1/5

શાર્દુલ ઠાકુર અને મિતાલી પારૂલકરે નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. બંનેએ 15 મહિના બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેના લગ્નનો કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. બંનેએ આજે સાત ફેરા લીધા છે. 

 

 

 

2/5

મિતાલી પારૂલકર સુંદરતામાં મોટી-મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મિતાલી પારૂલકર એક બિઝનેસવુમન છે. મિતાલી ઠાણેમાં ઓલ ધ બોક્સ નામથી એક સ્ટાર્ટ-અપ કંપની ચલાવે છે. શાર્દુલ ઠાકુર અને મિતાલી લાંબા સમયથી ડેટ કરી રહ્યાં હતા. 

 

 

Banner Image
3/5

શનિવારે તેમની હલ્દી વિધિ થઈ હતી. તે જ સમયે, રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહ પણ સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતા. શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ લગ્ન સમારોહમાં પહોંચી છે.

4/5

શાર્દુલ ઠાકુરે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કરી લીધુ છે. તે બોલિંગની સાથે નિચલા ક્રમમાં બેટિંગ માટે પણ જાણીતો છે. 

5/5

શાર્દુલ ઠાકુર (Shardul Thakur)એ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 34 વનડે, 25 ટી20 અને 8 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 50, 33 અને 27 વિકેટ ઝડપી છે. 





Read More