Multi Asset Allocation Fund: જ્યારે બજારમાં ઉથલપાથલ હોય છે, ત્યારે રોકાણ માટે મલ્ટિ-એસેટ ફંડ રોકાણ માટે યોગ્ય વિકલ્પ છે. આનું સંચાલન પ્રોફેશનલ લોકો દ્વારા કરવામાં આવે છે. તેથી આ ફંડમાં જોખમ પણ ઓછું હોય છે.
દુનિયામાં આર્થિક અનિશ્ચિતતાઓ અને સેન્ટ્રેલ બેન્કો દ્વારા ખરીદીને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. ચાંદીની પણ ઈન્ડસ્ટ્રીમાં માંગ વધવાની સાથે-સાથે કિંમતી ધાતુ હોવાને કારણે ફાયદો મળ્યો છે. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ પણ રિકવરીની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં રોકાણકારો મૂંઝવણમાં મુકાય છે કે, આખરે તેમના રૂપિયા ક્યાં રોકાણ કરવા, જેથી લાંબા ગાળે સારું વળતર મળે અને જોખમ પણ ઓછું રહે. જો તમે પણ આ મૂંઝવણમાં છો, તો મલ્ટી એસેટ ફંડ તમને મદદ કરી શકે છે.
જ્યારે માર્કેટ અસ્થિર હોય છે અથવા આંતરરાષ્ટ્રીય વાતાવરણ અસ્થિર હોય છે, ત્યારે મલ્ટી-એસેટ ફંડ એક ઉત્તમ વિકલ્પ બની જાય છે. આ ફંડ રોકાણકારોને ઇક્વિટી, ડેટ, કોમોડિટીઝ અને કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની તક આપે છે. કારણ કે તે પ્રોફેશનલ દ્વારા સંચાલિત થાય છે, તે સંતુલિત રિટર્ન જાળવી રાખે છે.
રોકાણકારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પેસિવ મલ્ટી-એસેટ ફંડની શરૂઆત કરવામાં આવી છે. આ ફંડ ઓછા ખર્ચ અને ઓછા જોખમ સાથે રોકાણકારોને એસેટ એલોકેશનમાં પણ મદદ કરે છે. પેસિવ મલ્ટી એસેટ ફંડમાં તમામ ક્લાસના ETF અને ઇન્ડેક્સ ફંડ જેમ કે, ગોલ્ડ ETF, નિફ્ટી ઇન્ડેક્સ, સિલ્વર ETF જેવા સામેલ કરવામાં આવે છે. તેથી આ એસેટ ફંડ કોસ્ટ અને ટેક્સ બન્નેની દ્રષ્ટિએ ફાયદાકારક હોય છે.
નાણાકીય નિષ્ણાતો જોખમ ટાળવા અને વધુ સારું રિટર્ન મેળવવા માટે તમારા પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિરેશન જાળવવાની ભલામણ કરે છે. તેથી તમારે અલગ-અલગ સ્કીમ જેમ કે, ઇક્વિટી ફંડ, ડેટ ફંડ, ગોલ્ડ ETF, રિયલ એસ્ટેટ અને ડિફેન્સ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ.
ગ્રો સાઇટ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં મલ્ટી-એસેટ એલોકેશન ફંડમાં કુલ 11,054 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, જે તમામ હાઇબ્રિડ કેટેગરીમાં બીજા ક્રમે સૌથી વધારે છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં 24 મલ્ટી-એસેટ ફંડ્સમાંથી 8 થી 10% થી વધુ વળતર આપ્યું છે.