રાજપૂત સમાજ દ્વારા આજે દશેરા પર તલવાર, ભાલા, કટાર, લાઠી જેવા શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. તમામ શસ્ત્રો પર ગંગાજળ છાંટી શસ્ત્રોને હળદર અને કંકુનું તિલક લગાવીને ફળ અર્પિત કરવામાં આવે છે
રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા તલવારબાજી કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે રાજપૂત સમાજ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે આ વખતે રેલી અને મોટી સંખ્યામાં કરાતા કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા છે. દશેરાના દિવસે ઘર પર રાખવામાં આવેલા બધા શસ્ત્રોને એકઠા કરી તેમનું પૂજન કરવામાં આવે છે.
રાજપૂત સમાજ દ્વારા આજે દશેરા પર તલવાર, ભાલા, કટાર, લાઠી જેવા શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. તમામ શસ્ત્રો પર ગંગાજળ છાંટી શસ્ત્રોને હળદર અને કંકુનું તિલક લગાવીને ફળ અર્પિત કરવામાં આવે છે.
પ્રાચીનકાળથી રાજા તેમના દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરતા હતા. દશેરાના દિવસે રાજાઓ પોતાના દુશ્મનો સામે લડવા માટે શાસ્ત્રોની પસંદગી પણ કરતા હતા. આજે પણ આ પરંપરાનું દેશભરમાં પાલન કરવામાં આવે છે.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં છેલ્લાં 3 વર્ષથી રાજપૂત સમાજની દીકરીઓને તલવારબાજી શીખવવામાં આવે છે. અત્યાર સુધી 1500 જેટલી બહેન દીકરીઓને તલવારબાજી શીખવવામાં આવી છે.