PHOTOS

શેફાલી જરીવાલાના મોત પર બહેનપણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, 'તે દિવસે IV ડ્રિપ લીધુ હતું'

શેફાલી જરીવાલાના મોત બાદ સતત એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અનેક રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે કે એન્ટી એજિંગ દવા લઈ રહી હતી જે તેના મોતનું કારણ હોઈ શકે છે. હવે આ મામલે શેફાલીની ક્લોઝ ફ્રેન્ડ પૂજા ઘાઈએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં શેફાલની મોતવાળા દિવસે શું થયું, શું તે ખરેખર એન્ટી એજિંગ દવાઓ લઈ રહી હતી એ અંગે વાત કરી. 

Advertisement
1/5
શું થયું હતું તે દિવસે?
શું થયું હતું તે દિવસે?

વિક્કી લાલવાનીને આપેલા ઈન્ટરવ્યુમાં શેફાલી જરીવાલાની મિત્ર પૂજા ઘઈએ તે રાતે શું થયું તે જણાવ્યું. આ સાથે જ પૂજાએ જણાવ્યું કે આખરે તે રાતે શું થયું હતું. પૂજાએ કહ્યું કે તે દિવસે ઘરમાં સત્યનારાયણની પૂજા હતી અને બીજા દિવસે જ્યારે અમે લોકો ઘરે આવ્યા તો શેફાલીની લાસ્ટ રાઈડ હતી. આખું ઘર સત્યનારાયણની પૂજાના કારણે સજેલું હતું. ઘર પર પૂજા માટે સારું સેટઅપ કરાયું હતું. 

2/5
પલ્સ ચાલુ હતી, આંખો નહતી ખોલતી
પલ્સ ચાલુ હતી, આંખો નહતી ખોલતી

પૂજાએ કહ્યું કે, રોજની જેમ શેફાલીએ ડિનર કર્યું અને પરાગને કહ્યું કે તે ડોગને વોક કરાવવા લઈ જાય. જેવો તે નીચે આવ્યો તો તેણે હેલ્પરને તરત બોલાવ્યો અને કહ્યું કે દીદી ઠીક નથી. તો તેણે કહ્યું કે તમે જલદી આવો. ડોગ ઘણો વૃદ્ધ થઈ ગયો છે તો તેણે હેલ્પરને કહ્યું કે તુ નીચે આવી જા હું વોક કરાવવા આવ્યો હતો અને હવે હું ઉપર જઉ છું. તે લિફ્ટના નીચે આવવાની રાહ જોતો હતો. જેવો હેલ્પર આવ્યો કે તરત પરાગ ઉપર આવી ગયો. પરાગે કહ્યું કે પલ્સ તો ચાલુ છે પરંતુ તે આંખો ખોલતી નથી. એવું લાગતું હતું કે બોડીનું વેટ વધી રહ્યું છે. તો તેને લાગ્યું કે કઈક તો ગડબડ છે. ત્યારબાદ તે તરત તેને હોસ્પિટલ લઈ ગયો. તેઓ બેલેવલે લઈ જ જતા પરંતુ તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. 

Banner Image
3/5
કમેન્ટ કરવું ખોટું
કમેન્ટ કરવું ખોટું

એન્ટી એજિંગ દવાઓ પર વાત કરતા પૂજાએ કહ્યું કે મને લાગે છે કે કોઈની પણ પ્રાઈવેટ લાઈફ પર કમેન્ટ કરવું ખોટું છે. તમે જાણો છો કે હું દુબઈમાં રહુ છું. હું હવે અભિનેત્રી નથી, આથી મને તેની જરૂર નથી. પરંતુ મને લાગે છે કે દરેક તે લે છે, આ ખુબ સામાન્ય વસ્તુ છે. 

4/5
દુબઈમાં તો ખુબ કોમન છે
દુબઈમાં તો ખુબ કોમન છે

જો તમે દુબઈમાં જોશો તો ક્લિનિક અને સલૂનમાં અનેક વિટામીન સી ડ્રિપ જોશો. તે એક એવા પ્રોફેશનમાં હતી કે તેણે પોતાના બેસ્ટ લૂકમાં રહેવાનું હતું. તે ખુબ સુંદર દેખાતી હતી. જ્યારે તેને અંતિમ સંસ્કાર માટે ઘરે લાવ્યા તો તેને જોઈને દિલ તૂટી ગયું. આ દરેકના જીવનનો હિસ્સો છે. મને નથી લાગતું કે આ અસુરક્ષિત છે. આ બસ તે દિવસનો ખરાબ સમય હતો. 

5/5
મોતના દિવસે પણ લીધુ હતું IV ડ્રિપ
મોતના દિવસે પણ લીધુ હતું IV ડ્રિપ

જ્યારે પૂજાને પૂછવામાં આવ્યું કે શું જે દિવસે તેનું મોત થયું તે દિવસે તેણે વિટામીન સી ડ્રિપ લીધી હતી. જેના વિશે વાત કરતા પૂજાએ કહ્યું કે મને લાગે છે કે કોવિડ બાદ લોકોએ જેટલું બની શકે વિટામીન સી લેવાનું શરૂ કર્યું. તે તો હું પણ લઉ છું. કેટલાક લોકો ટેબલેટ લે છે અને કેટલાક લોકો તેને IV ડ્રિપ દ્વારા લે છે. તો હા તેણે IV ડ્રિપ લીધી હતી. પૂજા આમ તો દુબઈમાં રહે છે. પરંતુ મુંબઈ આવેલી છે. આ  કારણે તે બહેનપણી શેફાલીના અંતિમ સંસ્કારમાં  સામેલ થઈ હતી. 





Read More