Shefali Jariwala Photos: કાંટા લગા સોન્ગથી પોપ્યુલર થયેલી શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર પોતાનો હુસ્નનો જલવો દેખાડતી રહે છે. હવે શેફાલી ટૂંકો ડ્રેસ પહેરી રસ્તા પર વોક કરવા નિકળી છે. તેનો આ હોટ અવતાર જોઈ ફેન્સના હોશ ઉડી ગયા છે.
શેફાલી જરીવાલાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે રેડ કલરના ડ્રેસમાં હોટ લાગી રહી છે. તેની આ તસવીરો ઇન્ટરનેટ પર છવાય ગઈ છે.
શેફાલી રસ્તા પર ફોટો ક્લિક કરાવવા પોઝ આપી રહી છે. તેણે કેમેરા સામે એવા પોઝ આપ્યા કે ઇન્ટરનેટનું તાપમાન હાઈ થઈ ગયું છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે શેફાલી જરીવાલા ખુશ લાગી રહી છે. તેના વાળ હવા સાથે ઉડી રહ્યાં છે. તે રસ્તા પર મસ્તી કરી રહી છે.
ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં તેણે લખ્યું કે, તે વોક પર નિકળી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં શેફાલીની પ્રશંસા કરી રહ્યાં છે.
આ પહેલા શેફાલી જરીવાલાનો એક વીડિયો સામે આવ્યો હતો, તેમાં તે પૂલમાં પતિ પરાગ ત્યાગી સાથે રોમેન્ટિક થતી જોવા મળી હતી. આ કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.