PHOTOS

Guess Who: ખુલ્લા વાળ, ચહેરો થયો લાલ... Holi પર આવો થઈ ગયો આ હસીનાનો હાલ

Shehnaaz Gill Holi Pics: જ્યાં સુધી હોળી પર માથાથી પગ રંગ ન હોય તો હોળીની મજા નથી. આ મજા આ વખતે એક અભિનેત્રીએ ખુબ ઉઠાવી છે. અભિનેત્રીએ જોરશોરથી હોળી રમી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

Advertisement
1/5
હોળીમાં આવો થયો આ હસીનાનો હાલ
હોળીમાં આવો થયો આ હસીનાનો હાલ

કોઈક જ એવું હશે જેને હોળી પસંદ ન હોય.. રંગ અને પાણીની સાથે મસ્તી-ધમાલનો આ તહેવાર સામાન્ય લોકો જ નહીં સેલેબ્સને પણ ખુબ પસંદ આવે છે. એટલે તો હોળી પર આ હસીનાની સ્થિતિ આવી ગઈ છે. તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે. 

2/5
હોળી રમી શહનાઝ
હોળી રમી શહનાઝ

શું તમે આ તસવીરો જોઈને કહી શકો છો કે આ મહિલા કોણ છે? કદાચ તમારા માટે તેમને ઓળખવું પણ મુશ્કેલ હશે. તો ચાલો આ રહસ્ય ખોલીએ. તે બીજું કોઈ નહીં પણ તમારી ફેવરિટ શહનાઝ ગિલ છે.

Banner Image
3/5
શેર કરી હોળીની તસવીર
શેર કરી હોળીની તસવીર

હા... શહનાઝ ગિલ પર હોળીનો ઉત્સાહ ઘણો જોવા મળી રહ્યો છે. લૂઝ ટી-શર્ટ અને લોઅર પહેરેલી શહનાજાએ હોળી પર ખૂબ જ મજા કરી પરંતુ સાવચેતી તરીકે માસ્ક પહેરવાનું ભૂલી નહીં. તેમને હોળી કેટલી ગમે છે, તેનો અંદાજ તેમને જોઈને લગાવી શકાય છે.

4/5
મસ્કીના મૂડમાં જોવા મળી શહનાઝ
મસ્કીના મૂડમાં જોવા મળી શહનાઝ

જેમ કે, શહનાઝ ગિલ ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. પરંતુ આ તસવીરોને કારણે તે ઘણી ચર્ચામાં આવી છે. સેલેબ્સ માયાનગરીમાં જોરદાર હોળીની ઉજવણી  કરી રહી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન શહનાઝ ગિલ પણ એક પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી હતી.

5/5
જલદી બોલીવુડમાં કરશે ડેબ્યૂ
જલદી બોલીવુડમાં કરશે ડેબ્યૂ

શહનાઝ ગિલ માટે આ વર્ષ ખાસ રહેવાનું છે, તેનો ચેટ શો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, સાથે તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન પણ રિલીઝ થઈ રહી છે. જેની સાથે તે બોલીવુડમાં પર્દાપણ કરશે. 





Read More