PHOTOS

Shiv Avtar: માત્ર વિષ્ણુએ જ નહીં, ભગવાન શિવે પણ લીધાં હતા અવતાર, જાણો મહાદેવના 19 અવતાર વિશેની કથા

શિવ પુરાણ પ્રમાણે ભગવાન શિવે 19 અવતાર લીધાં હતા, ખૂબ ઓછા લોકો આ વિશે જાણતા હશે.

Advertisement
1/6
ભગવાન શિવના છે 19 અવતાર
ભગવાન શિવના છે 19 અવતાર

શિવ પુરાણ પ્રમાણે ભગવાન શિવે ધરતી પર 19 વખત અવતાર લીધા છે. આ 19 અવતારોમાંથી 10 અવતારો વિશે અમે તમને જાણકારી આપીશું. પહેલો અવતાર છે વીરભદ્ર અવતાર. દક્ષના યજ્ઞમાં માતા સતી દ્વારા પોતાનો દેહ ત્યાગ કરવાના સમયે વીરભદ્ર અવતાર ભગાવાનને લેવો પડ્યો હતો. ભગવાન શિવને જ્યારે આ વાતની જાણકારી થઈ ત્યારે શિવ ભગવાને ગુસ્સામાં પોતાના માથામાંથી એક જટા ઉખાડી અને તેને પર્વત પર પછાળી. આ જટાના પૂર્વ ભાગમાંથી મહાભયંકર વીરભદ્ર પ્રગટ થયા. શિવના આ અવતારે દક્ષનો યજ્ઞ પૂર્ણ કરી નાખ્યો અને દક્ષનું માથુ કાપીને તેને મૃત્યું દંડ આપ્યો.

2/6
પિપ્પલાદ અને નંદી અવતાર
પિપ્પલાદ અને નંદી અવતાર

ભગવાન શિવના પિપ્પલાદ અવતારને જ્યારે જાણવા મળ્યું કે શનિગ્રહની દ્રષ્ટિના કારણે તેમના પિતા જન્મ પહેલાં જ છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં શનિ દેવને શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યા બાદ શિવે શનિ દેવને માફ કર્યા. પિપ્પલાદ અવતારનું સ્મરણ કરવાથી શનિની પીડા દૂર થઈ જાય છે. ભગવાન શિવ દરેક જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. શિવજીનો નંદી અવતાર પણ આ વાતનું અનુસરણ કરીને દરેક જીવોમાં પ્રેમનો સંદેશ આપે છે. નંદી કર્મનું પ્રતિક છે જેનો અર્થ છે કર્મ જ જીવનનો મૂળ મંત્ર છે.

Banner Image
3/6
ભૈરવ અને એશ્વત્થામા અવતાર
ભૈરવ અને એશ્વત્થામા અવતાર

ભૈરવને ભગવાન શંકરનું પૂર્ણ રૂપ માનવામાં આવે છે. બ્રહ્માજીનું પાચમું માથુ કપાઈ જવાને કારણે ભૈરવને બ્રહ્મ હત્યાના પાપનો દોષ લાગ્યો ત્યારે કાશીમાં ભૈરવને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી. આ જ માટે કાશીના લોકો ભૈરવની ભક્તિ અવશ્ય કરે છે. તો અશ્વત્થામાની વાત કરીએ તો મહાભારત કાળમાં ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાં ભગવાન શંકરના અંશ અવતાર હતા શિવજીને પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવા માટે દ્રોણાચાર્યએ આકરી તપસ્યા કરી હતી. એવી માન્યતા છે કે અશ્વત્થામાં અમર છે.

4/6
શરભાવતાર અને ગૃહપતિ અવતાર
શરભાવતાર અને ગૃહપતિ અવતાર

ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર છે શરભાવતાર જેમને ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના ગુસ્સાને શાંત કર્યો હતો. હિરણ્યાકશ્યપનો વધ કર્યા બાદ પણ નરસિંહ અવતારનો ગુસ્સો શાંત થયો ન હતો. ભગવાન શિવ શરભ રૂપમાં નરસિંહ પાસે ગયા અને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સો તે સમયે શાંત ન થતા શરભ રૂપી ભગવાન શિવ પોતાની પૂંછળીમાં નરસિંહને લપેટીને ઉડી ગયા. ભગવાન શંકરનો સાતમો અવતાર ગૃહપતિ છે. વિશ્વાનર નામના મુનિ અને તેમની પત્ની શુચિષ્મતીની ઈચ્છા હતી કે તેમને શિવ સમાન પુત્ર થાય જેના માટે તેમને તપ કર્યું. તેમની પુજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે પુત્રના રૂપમાં તેમની ત્યાં જન્મ લીધો જેનું નામ બ્રહ્માજીએ ગૃહપતિ રાખ્યું.

5/6
ઋષિ દુર્વાસા અને વૃષભ અવતાર
ઋષિ દુર્વાસા અને વૃષભ અવતાર

દુર્વાસા ઋષિ ખૂબ ક્રોધી હતા. તેમને દેવરાજ ઈન્દ્રને શ્રાપ આપ્યો જેના કારણે સમુદ્ર મંથન કરવું પડ્યું. આ ઉપરાંત ભગવાન શ્રીરામના નાનાભાઈ લક્ષ્મણના મૃત્યુનું કારણ પણ દુર્વાસા ઋષિ જ હતા. વૃષભ અવતાર લઈને ભગવાન શંકરે વિષ્ણુજીના પુત્રોનો સંહાર કર્યો હતો. ભગવાન વિષ્ણુ દૈત્યોને મારવા માટે પાતાળ લોક ગયા હતા જ્યાં તેમણે કેટલાય પુત્રો ઉત્પન્ન કર્યા તે પુત્રોએ પાતાળથી પૃથ્વી સુધી ખૂબ આતંક મચાવ્યો હતો જેનાથી ગભરાઈને બ્રહ્માજી શિવજી પાસે ગયા અને રક્ષાની પ્રાથના કરી ત્યારે શંકરે વૃષભ રૂપ ધારણ કર્યું અને વિષ્ણુના પુત્રોનો સંહાર કર્યો.

6/6
હનુમાનજી પણ છે શિવજીનો અવતાર
હનુમાનજી પણ છે શિવજીનો અવતાર

ભગવાન શિવે ધારણ કરેલો હનુમાનજીનો અવતાર દરેક અવતારોમાં સર્વ શ્રેષ્ઠ માવવામાં આવે છે.આ અવતારમાં શંકર ભગવાને કપિરાજનું રૂપ ધારણ કર્યું હતું. જ્યારે ભગવાન વિષ્ણુએ શ્રીરામનો અવતાર લીધો ત્યારે વિષ્ણુ ભગવાનની સહાયતા માટે ભગવાન શિવે હનુમાનજીનો અવતાર લીધો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)

 





Read More