Shraddha Arya shower in pink bikini: ટીવીના લોકપ્રિય શો કુંડલી ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાએ શાવર લેતા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. વાત જાણે એમ છે કે શ્રદ્ધાએ કેટલીક એવી તસવીરો શેર કરી જેને જોઈને લોકોની આંખો ચાર થઈ ગઈ છે. કેટલાકને ગમી તો કેટલાક તેને આ તસવીરોને લઈને ટ્રોલ કરી રહ્યા છે. આ તસવીરોમાં શ્રદ્ધા ખુલ્લેઆમ બોલ્ડ અંદાજમાં શાવર લેતી જોવા મળી રહી છે. જુઓ તસવીરો...
શ્રદ્ધા આર્યાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ નિશબ્દમાં પણ એક ભૂમિકા ભજવી હતી.
શ્રદ્ધા આર્યા આ તસવીરોમાં બિકિની પહેરીને શાવર લેતી જોવા મળી રહી છે.
પિંક કલરની બિકિનીમાં શ્રદ્ધાનો બોલ્ડ અંદાજ ખરેખર કહેર વર્તાવી રહ્યો છે.
પરંતુ કેટલાક લોકોને આ સીધી સાદી પ્રીતાનો આ બોલ્ડ અંદાજ ગમ્યો નથી. લોકો હવે તને ખુલ્લે આમ શાવર લેવાના કારણે ટ્રોલ કરી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું કે 'આ તો એ સંસ્કારી વહુ છે જેના લેક્ચર આપણી મમ્મી આપણને આપે છે.' લોકોએ તો એટલે સુધી કે અભિનેત્રીને બેશર્મ, અને બગડેલી કહી નાખી.
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ અનેકવાર ટ્રોલ થઈ ચૂકી છે. છાશવારે તે પોતાની તસવીરો શેર કરતી રહે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પહેલીવાર તે 2000માં સોનિયે હિરીયે પંજાબી સોંગના વીડિયોમાં જોવા મળી હતી.
વર્ષ 2007માં તે તેલુગુ ફિલ્મ ગોડવાથી ફિલ્મોમાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે. (તસવીરો સાભાર- Instagram@ShraddhaArya)