જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને બુધ વક્રી થવા જઈ રહ્યા છે. જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ આ વર્ષે શ્રાવણ મહિનો દેશના અનેક ભાગોમાં 11 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને 9 ઓગસ્ટ સુધી રહેશે. આ મહિનામાં અનેક ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. જેમાં કર્મફળના દાતા શનિ અને વેપારના દાતા બુધ ગ્રહના નામ સામેલ છે. અત્રે જણાવવાનું કે શનિદેવ મીન રાશિમાં વક્રી થશે અને વેપારના દાતા બુધ કર્ક રાશિમાં વક્રી થશે. આવામાં કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને કરિયર અને વેપારની સાથે પ્રગતિ પણ થઈ શકે છે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. નાનો મોટો પ્રવાસ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિના જાતકો માટે શનિ દેવનું ઉલ્ટી ચાલ ચલવું એ લાભકારી નીવડી શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી 11માં ભાવે વક્રી અવસ્થામાં રહેશે. આ સાથે બુધ ગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવ પર વક્રી થશે. આથી આ સમય બેરોજગાર લોકોને નોકરી અપાવી શકે છે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. શનિદેવ તમારી રાશિથી નવમાં અને દશમા ભાવના સ્વામી છે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં સફળતા મળશે. આ સમય નફાનો અને નવી યોજનાઓ લાગૂ કરવાનો છે.
કર્ક રાશિવાળા માટે શનિ અને બુધનું વક્રી થવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીથી ભાગ્યના ભાવ પર વક્રી તો બુધ ગ્રહ લગ્નના ભાવ પર વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળી શકે છે. નાનો મોટો પ્રવાસ કરી શકો છો. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. કાર્યસ્થળ પર તમારી કોમળ પરંતુ પ્રભાવશાળી સંવાદ શૈલી લોકોને પ્રભાવિત કરશે. જે લોકો ક્રિએટીવ ફિલ્ડ, શિક્ષણ, ફેશન કે સ્વાસ્થ્ય સેવામાં છે તેમને આ સમય દરમિયાન વિશેષ સન્માન અને પદોન્નતિ મળી શકે છે. ઈચ્છાઓ પૂરી થશે.
મીન રાશિવાળા માટે શનિ અને બુધ ગ્રહના વક્રી થવાથી સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર તો બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવ પર વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નીખાર આવશે. આ દરમિયાન તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. પ્રેમ અને વિવાહ સંબંધિત મામલાઓમાં શુભ સમાચાર મળી શકે છે. સંતાન સંબંધિત સમસ્યા ઉકેલાશે અને પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. વિદેશ મુસાફરીનો યોગ છે. જીવનસાથી સાથે સમય વીતાવશો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.