Venus Transit In Aries: વૈદિક જ્યોતિષ ગણના અનુસાર 31 મે 2025 અને શનિવારે શુક્ર ગ્રહ એ મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રનું આ ગોચર ખાસ માનવામાં આવે છે. શુક્ર ગ્રહનો સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે. શુક્રના કારણે જ જીવનમાં ધન, વૈભવ અને પ્રેમ આવે છે. જો શુક્ર ગ્રહના આ ગોચરથી આ બધી વસ્તુઓ આ 6 રાશિના લોકો ગુમાવી બેસે તેવી સંભાવના છે.
મેષ રાશિના લોકોએ હવે પછીના 23 દિવસ કામમાં સાવધાની રાખવી, બેદરકારીથી બચવું. ક્રોધ કે અહંકાર કરવાથી બચો. સ્વભાવમાં વિનમ્રતા રાખો. આ ગોચરના કારણે ક્રોધ વધી શકે છે અને બનતા કામ બગડી શકે છે.
વૃષભ રાશિના લોકોએ 23 દિવસ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઓફિસમાં સહકર્મીઓ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. રોકાણ હાલના સમયમાં ન કરવું. નકારાત્મક વિચારથી બચવું.
કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રેશર વધી શકે છે. આ સમયે વેપારમાં વધારે નફો ન થઈ શકે તેવી સ્થિતિ રહે. ખર્ચા વધી શકે છે.
શુક્રનું ગોચર કન્યા રાશિના લોકોને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. વ્યવહારમાં સુધારો કરવો. લોકો સાથે મતભેદ વધી શકે છે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું.
વૃશ્ચિક રાશિના લોકોને સંબંધોમાં સમસ્યા થઈ શકે છે. લાભ પ્રાપ્ત કરવામાં સમસ્યા થઈ શકે છે. માનસિક તણાવ વધી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે.
શુક્ર મકર રાશિના ચોથા ભાવમાં ગોચર કરશે. પરિવાર સાથે વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સ્પર્ધા વધી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.