Shukra Ketu Yuti 2024: 24 ઓગસ્ટથી 5 રાશિના લોકોનો સારો સમય શરૂ થવાનો છે. આ પાંચ રાશિના લોકોને સપ્ટેમ્બર મહિના સુધીમાં શુક્ર અને કેતુ ધનના ઢગલે બેસાડશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં શુક્ર અને કેતુ કન્યા રાશિમાં યુતિ બનાવશે. 26 દિવસ સુધી આ યુતિ રહેશે અને ત્યાં સુધી પાંચ રાશિના લોકોને જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થશે.
કન્યા રાશિમાં શુક્ર અને કેતુની યુતિ 24 ઓગસ્ટથી શરૂ થશે. જેના કારણે આ લકી રાશિઓના જીવનમાં પણ ફાયદા થવાની શરૂઆત 24 તારીખથી શરૂ થઈ જશે.
24 ઓગસ્ટે શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ કેતુ ગ્રહ ગોચર કરે છે. કેતુ અને શુક્રની યુતિથી દરેક રાશિ પ્રભાવિત થશે પરંતુ 5 રાશિને અઢળક ફાયદો થશે.
દૈત્ય ગુરુ શુક્ર વ્યક્તિને ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ, સારું સામાજિક જીવન, પ્રેમ સહિતના સુખ આપે છે. શુક્ર ગ્રહ લક્ષ્મીનો કારક પણ માનવામાં આવે છે.
કર્ક રાશિના લોકોને શુક્ર અને કેતુની યુતી લાભ કરાવશે. આ સમય દરમિયાન આર્થિક પક્ષ મજબૂત થશે વેપારમાં લાભ થશે અને લવ લાઇફમાં પણ સુધારો આવશે. ખાસ તો ધનની આવકમાં વધારો થશે.
આ બે ગ્રહની યુતિથી કન્યા રાશિના લોકોને પણ લાભ થશે. ઓફિસમાં પ્રગતિના યોગ સર્જાશે. કાર્યક્ષેત્રમાં ફાયદો થશે. ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે. અટકેલા કામ પૂરા થવાથી ધનલાભ થશે.
કેતુ અને શુક્રની યુતિથી શિક્ષા સંબંધી ફાયદો થશે. વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ઉદય થશે. સમય દરેક રીતે અનુકૂળ રહેશે. ભાગ્યનો સાથ મળશે.. આવકમાં વૃદ્ધિ થશે.
શુક્ર અને કેતુનો મહાસંયોગ આ રાશિના લોકોને લાભ કરાવશે. વેપાર માટે સમય સારો સાબિત થશે. ભાઈ બહેનોનો સાથ મળશે. વેપાર સારો ચાલશે. સમાજમાં સન્માન મળશે. પરિવારમાં વાતાવરણ સુધરશે. ધન લાભ થશે.
કેતુ અને શુક્રની યુતિ આ રાશિ માટે પણ સારી સાબિત થશે. બિઝનેસમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ ફાયદો થશે. સપ્ટેમ્બર સુધીમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે.