PHOTOS

Shyam Pathak Birthday: કુંવારા નથી.. ઘરેથી ભાગીને લગ્ન કરી ચુક્યા છે પોપટલાલ, ત્રણ બાળકોના છે પિતા

Taarak mehta Ka Ooltah Chashmah Popatlal: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પોપટલાલ લગ્ન કરવા માટે ઉતાવળા છે. તે દિવસ રાત પ્રયાસ કરે છે કે તેના લગ્ન થઈ જાય. પરંતુ આ પાત્ર ભજવનાર શ્યામ પાઠક રિયલ લાઇફમાં કુંવારા નથી પરંતુ ત્રણ-ત્રણ બાળકોના પિતા છે. 

Advertisement
1/5

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠક રિયલ લાઇફમાં પરણેલા છે અને તેની પ્રેમ કહાની પણ રસપ્રદ છે. શું તમે જાણો છો કે શ્યામ પાઠકે ઘરેથી ભાગીને લગ્ન કર્યાં હતા. 

2/5

હકીકતમાં શ્યામ પાઠક તેની ક્લાસમેટ રેશમીના પ્રેમમાં પડી ગયા. પરંતુ પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હતા. તે સમયે શ્યામ પાઠક રેશમીને પોતાની જીવનસાથી બનાવવા ઈચ્છતા હતા જેથી તેમણે પરિવારજનોને જાણ કર્યા વગર રેશમી સાથે લગ્ન કરી લીધા.   

Banner Image
3/5

બાદમાં જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ તો તે ખુબ નારાજ થયા અને તેમણે શ્યામ પાઠક સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધુ હતું. પરંતુ પછી સમય સાથે બધુ બરાબર થઈ ગયું. બંનેના સંબંધોને પરિવારજનોએ મંજૂરી આપી દીધી. 

4/5

તારક મેહતા શોમાં લગ્ન માટે તળપી રહેલા પોપટલાલ રિયલ લાઇફમાં પરણેલા છે અને ત્રણ-ત્રણ બાળકોના પિતા છે. તેને બે પુત્ર પાર્થ અને શિવમ તથા એક પુત્રી નિયતી પણ છે.  (ફોટોઃ સોશિયલ મીડિયા) 

5/5

શ્યામ પાઠક શોનો જાણીતો ચહેરો છે પરંતુ પોતાના અંગત જીવન વિશે તે વધુ વાત કરતા નથી. તેમની પત્ની પણ લાઇમલાઇટથી દૂર રહે છે. શ્યામ પાઠક છેલ્લા 14 વર્ષથી આ શોમાં છે અને મીડિયા રિપોર્ટ પ્રમાણે તે એક એસિપોડની 60 હજાર ફી લે છે. (ફોટોઃ સોશિયલ મીડિયા) 





Read More