Bhuna Chana: શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં પ્રોટીન ફાઇબર, વિટામિન અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. શેકેલા ચણા એટલે કે દાળિયા ને પ્રોટીનનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે જેનાથી મસલ્સ મજબૂત થાય છે. શેકેલા ચણા એક નહીં અનેક ફાયદા કરે છે. પરંતુ કેટલાક લોકો માટે શેકેલા જણા મુસીબતનું કારણ પણ બની શકે છે.
જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય તેમણે શેકેલા ચણા ખાવામાં સાવધાની રાખવી. ચણામાં પ્રોટીન અને ફોસ્ફરસ વધારે હોય છે જે કિડની માટે હાનિકારક સાબિત થાય છે. નબળી કિડની હોય તો આ તત્વ સારી રીતે ફિલ્ટર થતા નથી.
શેકેલા ચણામાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ વધારે માત્રામાં શેકેલા ચણા ખાવામાં આવે તો પેટમાં ગેસ, અપચો, પેટમાં દુખાવો થઈ શકે છે. તેનાથી એસિડિટીની સમસ્યા પણ થાય છે.
શેકેલા ચણા ખાવાથી યુરિક એસિડ વધી શકે છે. જે લોકોને ગાઉડ જેવી સમસ્યા હોય તેમણે શેકેલા ચણા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી યુરિક એસિડ સંબધિત સમસ્યા વધી શકે છે.
શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. તેનાથી બ્લડ સુગર વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ શેકેલા ચણા મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.