PHOTOS

Sidharth Kiara Reception: સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં જામી સિતારાઓની મહેફિલ, શુભેચ્છા આપવા પહોંચ્યા આ સેલિબ્રિટી

SidKiara Reception Photos: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Sidharth Malhotra Kiara Advani)એ મુંબઈમાં પોતાના લગ્નનું રિસેપ્શન હોસ્ટ કર્યું છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્સ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સહિત અનેક બોલીવુડ સિતારાઓ પહોંચ્યા હતા. રિસેપ્શનની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બોલીવુડના સિતારાઓ કપલને શુભેચ્છા આપવા પહોંચ્યા છે. 
 

Advertisement
1/5
સિદ્ધાર્થ કિયારાનું વેડિંગ રિસેપ્શન
સિદ્ધાર્થ કિયારાનું વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 7 ફેબ્રુઆરી, 2023ના રોજ થયા હતા અને આજે એટલે કે 12 ફેબ્રુઆરી, 2023ના રોજ મુંબઈમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજાઈ રહ્યું છે. તમે સિદ્ધાર્થ અને કિયારાનો રિસેપ્શન લૂક જોઈ રહ્યા છો, આગળ વધો અને જુઓ કે તેમના રિસેપ્શનમાં કયા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.

2/5
કાજોલ અને અજય દેવગન
કાજોલ અને અજય દેવગન

સિંઘમ એક્ટર અજય દેવગન અને તેની પત્ની અને એક્ટ્રેસ કાજોલ પણ સિદ્ધાર્થ અને કિયારાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.  અજય ગ્રે સૂટમાં સજ્જ છે, ત્યારે કાજોલ નેટ સાડીમાં ખૂબસૂરત દેખાઈ રહી છે.

Banner Image
3/5
આલિયા ભટ્ટ પણ પહોંચી
આલિયા ભટ્ટ પણ પહોંચી

સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ સિદ્ધાર્થ કિયારાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચી છે. આલિયાએ પહેલા ફોટોમાં ડિરેક્ટર અયાન મુખર્જી સાથે પોઝ આપ્યો છે અને બીજા ફોટોમાં હસીના તેની સાસુ નીતુ કપૂર સાથે ઉભી છે.

4/5
સિદ્ધાર્થ કિયારાના વેડિંગ રિસેપ્શન પર ગેસ્ટ્સ
સિદ્ધાર્થ કિયારાના વેડિંગ રિસેપ્શન પર ગેસ્ટ્સ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં તેના શેરશાહ ફિલ્મના કો-સ્ટાર, નિકેતન ધીર અને તેની પત્ની ક્રતિકા સેંગર પણ પહોંચ્યા હતા. 

 

 

5/5
સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં વિદ્યા બાલન
સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં વિદ્યા બાલન

સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં અભિનેત્રી વિદ્યા બાલન અને તેના પતિ તથા પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર પણ પહોંચ્યા હતા. 

 

 





Read More