આજના સમયમાં ઘણા લોકો એવા છે જેની મહિનાની આવક ખુબ સામાન્ય હોય છે. આવા લોકોને ધનવાન બનવું એક સપના સમાન લાગે છે. પરંતુ રોકાણમાં તે તાકાત છે જે કોઈ ગરીબને પણ કરોડપતિ બનાવી શકે છે. જો તમે ઈચ્છો તો મહિને માત્ર 10000 કમાઈને પણ કરોડપતિ બની શકો છો. તે માટે તમારે દરરોજ માત્ર 50 રૂપિયાની બચત કરવી પડશે.
તમે દરરોજ 50 રૂપિયા બચાવો છો તો મહિને 1500 રૂપિયાની બચત કરશો. આ રકમને દર મહિને SIP દ્વારા મ્યૂચુઅલ ફંડમાં લગાવવાની છે. લાંબાગાળામાં તમે તેના દ્વારા કરોડપતિ બની શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ એ માર્કેટ સાથે જોડાયેલી સ્કીમ છે. આમાં વળતરની કોઈ ગેરંટી નથી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે લાંબા ગાળે તે 12 થી 15 ટકાનું વળતર આપી શકે છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રૂ. 15,00નું રોકાણ કરો છો. આ રોકાણ સતત 30 વર્ષ સુધી ચાલુ રાખો. 30 વર્ષમાં તમારું કુલ રોકાણ 5,40,000 રૂપિયા હશે. જો આપણે 15% વળતર ધારીએ, તો વ્યાજ તરીકે રૂ. 99,74,731 (લગભગ રૂ. 1 કરોડ) મળશે. રોકાણની રકમ અને વ્યાજ સહિત, તમે કુલ 1,05,14,731 રૂપિયાના માલિક બનશો.
એસઆઈપી એ લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ એકસાથે મોટી રકમનું રોકાણ કરી શકતા નથી. આમાં માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે અને વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી. આ ઉપરાંત, તેનું વળતર પણ અન્ય યોજનાઓ કરતાં ઘણું સારું છે. આમાં કમ્પાઉન્ડિંગનો ફાયદો છે. તમે તેમાં જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો, તેટલો વધુ નફો કમાઈ શકશો.
લાંબા ગાળાની SIPમાં તમને રૂપિયાની સરેરાશ કિંમતનો લાભ મળે છે. આ બજારનું જોખમ ઘટાડે છે અને લાંબા ગાળે સારું વળતર આપે છે. આવી સ્થિતિમાં, તમે દર મહિને નાની બચતનું રોકાણ કરીને પણ લાંબા ગાળામાં એક મોટું ભંડોળ બનાવી શકો છો.
નાણાકીય નિયમ કહે છે કે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેમની કમાણીમાંથી 20% રોકાણ કરવું જોઈએ. જો તમે દર મહિને 10,000 રૂપિયા કમાતા હોવ તો પણ તમારે ઓછામાં ઓછા 2,000 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. અહીં અમે ફક્ત 1,500 રૂપિયાના રોકાણ વિશે વાત કરી રહ્યા છીએ જે સરળતાથી કરી શકાય છે.