Sissu Lake Freezes: અત્યારે સમગ્ર ઉત્તર ભારત (North India) માં ઠંડી પડી રહી છે. આ દરમિયાન લાહૌલ સ્પીતિના કેટલાક વિસ્તારોમાં તાપમાન (Temperature) માઈનસ 12 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. પારો ગગડવાને કારણે સિસ્સૂ લેક (Sissu Lake) પણ થીજી ગયું છે. લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા (Heavy Snowfall) થઈ રહી છે. જેના કારણે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી નીચે ગયું છે. જેથી પ્રવાસીઓ ખૂબ જ ખુશ છે. પ્રવાસીઓ અહીંના હવામાનની મજા માણી રહ્યા છે.
ક્રિસમસ પહેલા થયેલી હિમવર્ષા (Snowfall) ના કારણે મનાલી (Manali) નું વાતાવરણ (Weather) ખુશનુમા બની ગયું છે. લાહૌલ સ્પીતિમાં સિસ્સૂ સરોવર થીજી ગયું છે. લાહૌલ સ્પીતિમાં પણ હિમવર્ષા થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 3-4 દિવસમાં પારો વધુ નીચે ગગડી શકે છે. (ફોટો સાભાર- ANI)
તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશનું સિસ્સૂ સરોવર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. સુંદર નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. (ફોટો સાભાર- ANI)
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે જનજીવન પર માઠી અસર થઈ છે. IMDએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. (ફોટો સાભાર- ANI)
અત્રે ઉલ્લેખનીય છે કે સિસ્સૂ સરોવર જામી ગયા બાદ વધુ સુંદર બન્યું છે. અહીંનો નજારો જોવાલાયક નજારો છે. અહીં આવેલા પ્રવાસીઓએ સિસ્સૂ સરોવરની સુંદરતાને પોતાના કેમેરામાં કેદ કરી હતી. (ફોટો સાભાર- ANI)
હિમાચલ પ્રદેશમાં ઠંડી પડી રહી છે. મનાલી અને રોહતાંગ વચ્ચે ગુલાબા પાસે એક નાળું પણ સંપૂર્ણપણે થીજી ગઈ છે. (ફોટો સાભાર- ANI)