PHOTOS

અમદાવાદીઓ AMCના ભરોસે ના રહેતા; સામાન્ય વરસાદમાં આખું શહેર પાણી પાણી! જુઓ તસવીરોમાં કેવી છે હાલત

ain: અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી ક...

Advertisement
1/12

શહેરમાં વરસેલા એક ઈંચ વરસાદમાં તો સ્માર્ટ સિટી અમદાવાદના દાવાની પોલ ખૂલી ગઈ.  શહેરમાં એક પણ સ્થળે પાણી ન ભરાયાના દાવાની વચ્ચે વાસ્તવિકતા એ જોવા મળી કે બે ઈંચ વરસાદમાં જ જાણે સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ ગયું.

2/12

શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. હાટકેશ્વર સર્કલ, ખોખરા રુક્મણીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. 

Banner Image
3/12

હાટકેશ્વર, ખોખરા, CTM, જામફળવાડી, જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ સાથે જ તળિયાની પોળ સારંગપુર નાના પોરવાડનો ખાંચામાં એક મકાનનો ભાગ ધરાશયી થયો.

4/12

અમદાવાદીઓ AMCના ભરોસે ના રહેતા. ચોમાસુ હજુ તો આવવાનું બાકી છે. તેમ છતાં રાત્રે પડેલા વરસાદે AMCની પોલ ખોલી નાખી. હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી. 

5/12

અમદાવાદની જનતા પાણીનો નિકાલ ના થતા હેરાન પરેશાન થઈ ગયા છે. ઉનાળામાં આવા હાલ છે તો ચોમાસામાં કેવા હાલ થશે.   

6/12

સ્માર્ટસિટી અમદાવાદ સામાન્ય વરસાદમાં પાણી પાણી જ થયું છે. પૂર્વ વિસ્તારના રખિયાલ, કાંકરિયા, અજીત મીલ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. 

7/12

પાણી ભરાઈ જતાં વાહન ચાલકો પરેશાન થયાં છે. વરસાદી પાણી ભરાયા બાદ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

8/12

સામાન્ય વરસાદમાં સ્માર્ટસિટીના હાલ બેહાલ થઈ ગયા છે. અમદાવાદના ઓઢવ અને નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. 

9/12

બાપુનગર ACP ઓફિસ નજીક પાણીમાં મુસાફરો ભરેલી AMTS બસ ફસાઈ હોવાના સમાચાર છે.

10/12

સામાન્ય વરસાદમાં જ AMCની કામગીરીની પોલ ખુલી ગઈ છે. તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.

11/12
12/12




Read More