PHOTOS

Surya Grahan 2025: 29 માર્ચેથી આ જાતકોની ધન-સંપત્તિ વધશે, સૂર્ય ગ્રહણ સાથે બનશે ત્રિગ્રહી યોગ

Surya Grahan 2025: 29 માર્ચે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગશે. આ દિવસે શનિ દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ગુરૂની રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ બનશે. 

Advertisement
1/6

Surya Grahan 2025: પૃથ્વી અને ચંદ્રમા જ્યારે સૂર્યની વચ્ચે આવી જાય તો સૂર્યની રોશની છુપાય જાય છે, જેના કારણે સૂર્ય ગ્રહણ લાગે છે. આ વર્ષે 29 માર્ચ 2025ના વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને ન તેનો સૂતકકાળ માન્ય રહેશે. 29 માર્ચે માત્ર વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગવાનું નથી. જ્યોતિષ અનુસાર આ દિવસે આશરે અઢી વર્ષ બાદ શનિ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. શનિ ગુરૂની રાશિ મીનમાં પ્રવેશ કરશે.

2/6
શનિ, શુક્ર અને બુધ ગ્રહની મીન રાશિમાં યુતિ
 શનિ, શુક્ર અને બુધ ગ્રહની મીન રાશિમાં યુતિ

કુંભ રાશિથી નીકળી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ અનુસાર એક રાશિમાં પ્રવેશ કરવા માટે કર્મફળ દાતાને આશરે 30 વર્ષનો સમય લાગે છે. ગુરૂની રાશિ મીનમાં શનિ ગોચર કરી શુક્ર, બુધ ગ્રહ સાથે યુતિનું નિર્માણ કરશે, જે ત્રણ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે.  

Banner Image
3/6
મેષ રાશિ
 મેષ રાશિ

સૂર્ય ગ્રહણના દિવસે શુક્ર, શનિ અને બુધ ગ્રહ દ્વારા મીન રાશિમાં યુતિનું નિર્માણ કરાશે. આ ત્રણેય ગ્રહની યુતિથી મેષ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફાર થશે. સફળતા માટે નવી તક મળશે. નોકરી કરનાર લોકો માટે આ સમય સારો રહેશે. ધન વૃદ્ધિનો યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. વેપારીઓને વેપારમાં લાભ થશે. 

4/6
સિંહ રાશિ
 સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. વેપાર વધારવા માટે નવી યોજના લાભદાયક રહેશે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરશો. ઘરમાં મહેમાનોનું આગમન થશે. ખુશીનો માહોલ રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. વાદ-વિવાદોથી દૂર રહો. શનિ, શુક્ર અને બુધ ગ્રહની ખાસ કૃપા રહી શકે છે.

5/6
મીન રાશિ
 મીન રાશિ

મીન રાશિ માટે આ સમય સારો રહેશે. ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળશે. ધનલાભનો ખાસ યોગ બનશે. પહેલાથી તમારો આત્મવિશ્વાસ વધારે રહેશે. જાતકોના જીવનમાં ઘણા ફેરફાર થશે, જે આર્થિક સ્થિતિમાં સુધાર લાવી શકે છે. માનસિક રીતે સારો અનુભવ થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. વાદ-વિવાદોથી દૂર રહો.

6/6

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  





Read More