PHOTOS

Surya Grahan: આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે!

વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબરના રોજ લાગી રહ્યું છે. જે વલયાકાર એટલે કે કંકણાકાર સૂર્યગ્રહણ હશે જેને રિંગ ઓફ ફાયર પણ કહે છે. આ સૂર્યગ્રહણ પિતૃ અમાવસ્યા પર લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાતે 9.13 વાગે શરૂ થશે અને મોડી રાત 3.17 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં પડી રહ્યું છે. જાણો આ સૂર્યગ્રહણની શુભ અને અશુભ અસરો શું રહેશે. 

Advertisement
1/12
મિથુન
મિથુન

મિથુન રાશિવાળાને આ ગ્રહણ મિક્સ પ્રભાવ આપશે. કોઈ કામ અટકી શકે છે. મહેનત વધુ કરવી પડશે. માતાના સહયોગની જરૂર પડશે. 

2/12
કર્ક
કર્ક

પત્રકારત્વ અને ગ્લેમર સાથે જોડાયેલા જાતકો માટે શુભ સમય છે. ધન લાભ પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગરીબોને દાન કરો. 

Banner Image
3/12
સિંહ
સિંહ

મીડિયા, બેંકિંગ, ફાયનાન્સ  સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ધન લાભ થશે. જો કે સ્વાસ્થ્ય બગડી શકે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓ પોતાનું ધ્યાન રાખે. 

4/12
કન્યા
કન્યા

સરકારી નોકરી  કરનારાઓને લાભ થશે. રાજકારણમાં સક્રિય હોય તેમના માટે સારો સમય છે. અન્ય લોકોએ કામમાં સંઘર્ષ કરવો પડી શકે છે. 

5/12
તુલા
તુલા

ફિલ્મ ઈન્ડસ્ટ્રી, મનોરંજન, ફેશન, ગ્લેમર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. નોકરીયાતોને ઓફિસમાં કોઈ કામ અટકી શકે છે. ગરીબોને  ચોખા, ખાંડ, દૂધનું દાન કરો. 

6/12
વૃશ્ચિક
વૃશ્ચિક

નશાથી દૂર રહો, કોઈ સાથે વિવાદમાં ન પડો. અસ્થમાના પેશન્ટ પોતાનું ધ્યાન રાખે. મેરિડ લાઈફમાં મનમોટાવ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. 

7/12
ધનુ
ધનુ

ખર્ચ વધશે. બજેટ જોઈને ચાલો. અટકેલા કામ પૂરા થઈ શકે છે. સંધર્ષ બાદ જ સફળતા મળશે. વિદ્યાર્થીઓ, ફ્રેશર્સે નોકરી મળી શકે છે. 

8/12
મકર
મકર

જે લોકોની  કરિયરમાં સંઘર્ષ ચાલી રહ્યો છે તેઓ વિવાદથી દૂર જ રહે. લવ લાઈફ સારી રહેશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. 

9/12
મેષ
મેષ

મેષ રાશિ માટે આ સૂર્યગ્રહણ સારું નથી. તેમને માનસિક,  શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ધન હાનિના યોગ છે. આથી સમજી વિચારીને રોકાણ કરવું. 

10/12
વૃષભ
વૃષભ

વૃષભ રાશિના જે જાતકો આઈટી, ફિલ્મ, ગ્લેમર, મીડિયા સાથે જોડાયેલા છે તેમના માટે શુભ છે. મોટી સફળતા મળી શકે છે. વેપાર સારો ચાલશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. 

11/12
કુંભ
કુંભ

કારોબારીઓ માટે સારો દિવસ છે. ધનલાભ થશે. તમારી મહેનતથી સીનયર્સ પ્રસન્ન થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

12/12
મીન
મીન

માનહાનિ થઈ શકે છે. ફાલતું ખર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બ્લડ શુગર ગડબડ થઈ શકે છે. આજનો દિવસ ધૈર્યથી પસાર કરવો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More