PHOTOS

સૌરવ ગાંગુલીની કારને નડ્યો અકસ્માત, કાફલાની સામે આવી ગઈ અચાનક ટ્રક અને પછી...

ident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારનો...

Advertisement
1/5

Sourav Ganguly Car Accident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારનો અકસ્માત થયો છે. 

2/5

ગુરુવારે દંતનપુરના દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ સૌરવ ગાંગુલીની કારને નુકસાન થયું છે.

Banner Image
3/5

અહેવાલો અનુસાર સૌરવ ગાંગુલી ગુરુવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્દવાન જઈ રહ્યા હતા. ત્યારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર તેમના કાફલાની સામે અચાનક ટ્રક આવી ગઈ હતી, જેના કારણે ડ્રાઈવરને બ્રેક મારવી પડી હતી. 

4/5

જેના કારણે કાફલામાં પાછળના વાહનો આગળના વાહનો સાથે અથડાયા હતા. આ વાહનોમાં સૌરવ ગાંગુલીની રેન્જ રોવર કાર પણ સામેલ હતી. 

5/5

અકસ્માત બાદ ગાંગુલીને લગભગ 10 મિનિટ રાહ જોવી પડી હતી. આ પછી તેમનો કાફલો કાર્યક્રમ માટે રવાના થયો હતો.   





Read More