1983માં જન્મેલા એનટીઆર (NTR) આજે એટલે કે 20મેના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જુઓ કેટલીક તસવીરો...
જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગ અને જોરદાર ફાઇટિંગનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમના એક-એક સીન તો દર્શક ઇન્ટરનેટ પર ઘણીવાર જુએ છે.
કહેવામાં આવે છે કે જૂનિયર એનટીઆર એક ફિલ્મ કરવા માટે 18 થી 20 કરોડ રૂપિયા ફી લે છે.
જૂનિયર એનટીઆરનો જન્મ હૈદ્બાબાદમાં થયો છે અને તેમનું નામ તેમના દાદાજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે જાણિતા અભિનેતા, ફિલ્મ નિર્માતા અને આંધ્રપ્રદેશના સીએમ રહેલા એનટી રામારાવના પૌત્ર છે.
જૂનિયર એનટીઆરના ફેન્સની યાદી સાઉથ સુધી સિમિત નથી. પરંતુ તેમને આખા દેશમાં પસંદ કરવામાં આવે છે.
હિંદી ફિલ્મોના ફેન તેમને વધુ એક વાત માટે પણ જાણે છે. જી હાં! એવું કહેવામાં આવે છે કે જૂનિયર એનટીઆરનું અફેર સલમાન ખાનની હીરોઇન રહી ચૂકેલી ભૂમિકા ચાવલા સાથે રહી ચૂક્યું છે.