Giant Astroids Towords Earth NASA Updates : એક વિશાળકાય ઉલ્કાપિંડ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, આ ઉલ્કાપિંડ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં બનેલા ગોલ્ડન ગેટ બ્રિજ જેટલો મોટો છે. ત્યારે આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કેટવું નુકશાન થઈ શકે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
એક વિશાળકાય ઉલ્કાપિંડ ઝડપથી આપણી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. તેની ગતિ 50,400 કિમી પ્રતિ કલાક છે. યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, આ ઉલ્કાપિંડ 5 જૂન, 2025ના રોજ પૃથ્વી પાસેથી પસાર થશે.
વૈજ્ઞાનિકોએ આ ઉલ્કાપિંડને 424482 (2008 DG5) નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ ઉલ્કાપિંડનું કદ અન્ય ઉલ્કાપિંડો કરતાં 97% મોટું છે. પૃથ્વીની નજીક આવી વિશાળ વસ્તુનું આગમન ચોક્કસપણે પ્રમાણમાં દુર્લભ ઘટના છે, પરંતુ તે પૃથ્વી માટે કોઈ ખતરો ઉભો કરશે નહીં.
SpaceReference.org અનુસાર, 424482 (2008 DG5) નામનો ઉલ્કાપિંડ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં બનેલા ગોલ્ડન ગેટ બ્રિજ જેટલો પહોળો છે. ગોલ્ડન ગેટ બ્રિજ 1937માં સાન ફ્રાન્સિસ્કોમાં બનાવવામાં આવ્યો હતો. તેની લંબાઈ 2.7 કિલોમીટર અને ઊંચાઈ 746 ફૂટ છે. આ ઉલ્કાના કદ લગભગ 1,017-2,264 ફૂટ છે, જે તેને અન્ય ઉલ્કાઓ કરતા અનેક ગણો મોટો બનાવે છે. તે કદમાં ત્રણ ફૂટબોલ મેદાન જેટલો મોટો છે.
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) અનુસાર, આ ઉલ્કાપિંડ 271 દિવસમાં સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. તે 0.39 AU જેટલું નજીક આવે છે અને 1.25 AU સુધી વિસ્તરે છે. JPLએ આ ઉલ્કાપિંડને સંભવિત ખતરનાક ગણાવ્યો છે. જો કે, તેના વિશાળ કદ હોવા છતાં ચિંતા કરવાની કોઈ વાત નથી.
અહેવાલ મુજબ, આ ઉલ્કાપિંડ પૃથ્વીથી 2.17 મિલિયન માઇલ (3.49 મિલિયન કિલોમીટર) દૂરથી પસાર થશે. આ અંતર ચંદ્ર કરતા લગભગ 9 ગણું વધારે છે. ચંદ્ર પૃથ્વીથી સરેરાશ 2,38,855 માઇલ/3,84,400 કિલોમીટર દૂર છે.