PHOTOS

JAYA EKADASHI 2024: જયા એકાદશી પર શુભ સંયોગ! રાજીરાજી થશે આ 5 રાશિ

JAYA EKADASHI 2024: માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને જયા એકાદશી કહેવામાં આવે છે. સ્વર્ગની પ્રાપ્તિ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે લોકો આ વ્રત કરતા હોય છે. આ વર્ષે જયા એકાદશી 20 ફેબ્રુઆરીએ છે. આ વખતે જયા એકાદશીના દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત અનેક શુભ સંયોગો બની રહ્યા છે. જેના કારણે મેષ સહિત 5 રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

Advertisement
1/5
વૃષભ
વૃષભ

આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. તમને મોટું પદ, પ્રતિષ્ઠા અને સારા એવા પૈસા મળશે. તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. નવી નોકરી મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે.

2/5
તુલા
તુલા

આ સમયગાળા દરમિયાન તમને નોકરી અને વ્યવસાયમાં સારો એવો લાભ થશે. સામાજમાં માન મોભો વધશે, સામાજિક પદ-પ્રતિષ્ઠા વધશે. જીવનસાથીનો પણ સારો એવો સહયોગ મળશે.

Banner Image
3/5
સિંહ
સિંહ

આ સમયગાળા દરમિયાન વેપારીઓને સારો એવો નફો મળી શકે છે. બીજી તરફ નોકરિયાત વર્ગને પણ આ સમય દરમિયાન સારો લાભ થશે. તમને કારકિર્દીમાં સફળતા અને અંગત જીવનમાં ખુશીના સમાચાર મળી શકે છે.  

4/5
મેષ
મેષ

મેષ રાશિવાળાએ રાજી થવાનો સમય આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન જૂની સમસ્યાઓ અને માનસિક તણાવથી તમને રાહત મળશે. નોકરી માટે સમય સારો છે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.  

5/5
ધન
ધન

શું તમે એક નોકરીયાત વ્યક્તિ છો? નોકરીયાત માટે અત્યારનો સમય ખુબ જ શુભ માનવામાં આવે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં તમે કરેલું જૂનું રોકાણ મોટું વળતર આપી શકે છે. બિઝનેસનો પણ વધી શકે છે વ્યાપ.





Read More