PHOTOS

અટકેલું ચોમાસું આગળ વધ્યું, ગુજરાતમાં આ તારીખથી આવશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

Paresh Goswami Ni Agahi : ગુજરાતમાં ક્યારે બેસી જશે ચોમાસું? ક્યારથી ભારે વરસાદ આવશે? આવી ગઈ તારીખ, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

...
Advertisement
1/4
હટી ગયું મોન્સુન બ્રેક, ધીરે ધીરે આગળ વધ્યું ચોમાસું 
હટી ગયું મોન્સુન બ્રેક, ધીરે ધીરે આગળ વધ્યું ચોમાસું 

કેરળ-મુંબઈમાં તો ચોમાસું આવી ગયું હતું, પરંતુ ત્યાંથી ચોમાસું આગળ વધતુ જ ન હતું. ચોમાસું મુંબઈ બાદ અટકી ગયું હતું. જેને હવામાનની ભાષામાં મોન્સુન બ્રેકની સ્થિતિ કહેવાય છે. ત્યારે મોન્સુન બ્રેક હટી ગયું છે. કારણ કે, અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા ચોમાસું ધીરે ધીરે આગળ વધતું ગુજરાત સુધી પહોંચી ગયું છે. જેથી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે, તે પ્રિમોન્સુન એક્ટિવિટીનો વરસાદ છે. 

2/4
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે અરબ સાગર સક્રિય થઈ ગયો છે. અરબ સાગરના કરંટના કારણે 16 જૂનથી ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે. જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ હોવાના કારણે હવે આ ચોમાસું 16મી સક્રિય થતાં 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે.

Banner Image
3/4
16 થી 20 જુને આવશે વરસાદ
16 થી 20 જુને આવશે વરસાદ

ચોમાસું ભલે મોડું આવે, પરંતુ આવતીકાલે 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે.

4/4
લોકોને ગરમીથી રાહત મળશે 
લોકોને ગરમીથી રાહત મળશે 

છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં અસહ્ય ઉકળાટથી ત્રસ્ત અને પરસેવે રેબઝેબ થતાં લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી 16 જૂનથી ચોમાસું આગળ વધશે, જે 20 તારીખ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. તો લોકોને કારમી ગરમીથી મુક્તિ પણ મળશે. 





Read More