PHOTOS

Hrithik થી Jacqueline સુધીના બોલીવુડ સિતારો કેમ રહે છે ભાડાના મકાનમાં? કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્લીઃ જો કોઈ એક્ટર અથવા એકટ્રેસ બૉલીવૂડમાં હિટ ફિલ્મો આપે તો લોકો સમજે છે કે આ સેલેબ્રિટીનું ઘણું મોટું આલિશાન ઘર હશે. પરંતુ, તમારા આ ભ્રમને દુર કરવા માટે આજે અમે તમને એવા સેબેબ્રિટી સ્ટાર્સ વિશે જણાવશું જે મુંબઈમાં ભાડાના મકાનમા રહે છે.
 

Advertisement
1/5
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલે 2012માં ફિલ્મ 'ફોર્સ'થી બૉલીવૂડમાં એન્ટ્રી લીધી હતી. વિદ્યુતને બૉલીવૂડમાં ન્યૂ એજ એક્શન હિરો તરીકે પણ લોકો જાણે છે. જામવાલ પ્રૉપર્ટી ખરીદવામાં પૈસા નાખવામાં નથી માનતા એટલે તે ભાડાના મકાનમાં રહે છે.     

2/5
પરિણિતી ચોપડા
પરિણિતી ચોપડા

પરિનીચિ ચોપડાએ પોતાનું બૉલીવૂડ ડેબ્યું મૂવિ 'લેડીઝ વર્સેઝ રિક્કી બહેલ'થી કર્યું હતું. અંબાલા ગર્લ પરિનીતિ હજુ સુધી પોતાના સપનાનું ઘર શોધી રહી છે, પરંતુ તેની પાસે ઘર શોધવાનો સમય નથી. એટલે જ મુંબઈમાં તે 2 બેડરૂમના ઘરમાં ભાડેથી રહે છે.  

Banner Image
3/5
કેટરિના કેફ
કેટરિના કેફ

કેટરિના કેફે જ્યારથી બૉલીવૂડમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી જ તેની પાસે કોઈ ઘર નથી. કાર્ટર રોડ પર આવેલા ભાડાના સિલ્વર સૈંન્ડસ એપાર્ટમેન્ટથી લઈને બાન્દ્રાના ભાડાના પેન્ટહાઉસ સુધી, કેટરિના કેફ હમેસાથી ભાડુતી જ રહી છે. અમારી સહયોગી વેબસાઈટ બૉલીવૂડ લાઈફના અનુસાર કેટરિના દર મહિને 15 લાખ રૂપિયાનું ભાડું ભરે છે.  

4/5
જૈક્લીન ફર્નાંડિસ
જૈક્લીન ફર્નાંડિસ

શ્રીલંકન બ્યુટી અને પૂર્વ મિસ યૂનિવર્સ શ્રીલંકા જૈક્લીન ફર્નાંડિસ સી-ફેસના પાંચ બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહે છે. જેને બૉલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનાસ પાસેથી લીઝ પર લેવામાં આવ્યું છે. અમારી સહયોગી વેબસાઈટ બૉલીવૂડ લાઈફના અનુસાર તે દર મહિને 6.78 લાખ રૂપિયાનું ભાડું ભરે છે.  

5/5
ઋતિક રોશન
ઋતિક રોશન

બૉલીવૂડના ગ્રીક ગોડ તરીકે જાણીતા હિરો ઋતિક રોશને ઘણા બધા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. પરંતુ, તેમ છતા તે જુહૂ ખાતે એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે. ઋતિકનો એપાર્ટમેન્ટ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના બંગલાની બાજુમાં જ છે. ઋતિક પાછલા એક વર્ષથી ત્યાં રહે છે અને અમારી સહયોગી વેબસાઈટ બૉલીવૂડ લાઈફના અનુસાર તે દર મહિને 8.25 લાખ રૂપિયાનું ભાડું ભરે છે.  





Read More