PHOTOS

State Dinner: પીએમ મોદી માટેનું સ્ટેટ ડિનર રહ્યું ખાસ, અંબાણી, આનંદ મહિંદ્રા સહિત આ VVIP મહેમાનોએ આપી હાજરી

White House State Dinner: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેટ ડિનર ખૂબ જ ખાસ રહ્યું કારણ કે તેમાં કેટલાક મહેમાનો એ પણ ભાગ લીધો. આ સ્ટેટ ડિનરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, અડોપના સીઈઓ શાંતનુ નારાયણ અને ગૂગલના સુંદર પિચાઈ પણ પહોંચ્યા હતા. આ સ્ટેટ ડિનર માટે પીએમ મોદીએ જો બાયડનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તમે તમારા ઘરના દરવાજા મારા માટે ખોલ્યા છે.

Advertisement
1/4
મુકેશ અંબાણી અને નીતા અંબાણી
મુકેશ અંબાણી અને નીતા અંબાણી

વ્હાઇટ હાઉસમાં આયોજિત સ્ટેટ ડિનરમાં હાજરી આપવા ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ પહોંચ્યા હતા. બંને સ્ટેટ ડિનર માટે મુંબઈથી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા.

2/4
આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રા

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી. આનંદ મહિન્દ્રા એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ છે.

Banner Image
3/4
સુંદર પિચાઈ
સુંદર પિચાઈ

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા અને વડાપ્રધાન મોદીના સન્માનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં ભાગ લીધો હતો. 

4/4
શાંતનુ નારાયણ
શાંતનુ નારાયણ

એડોબના સીઈઓ શાંતનુ નારાયણ પણ સ્ટેટ ડિનર માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. શાંતનુ નારાયણ એક અગ્રણી ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ છે.  





Read More