Powerfull Portfolio of Radhakishan Damani: ટાટા ગ્રૂપનો ટ્રેન્ટ લિમિટેડ અને ભાગીરાધા કેમિકલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ બે સ્ટોક દામાણીએ પોતાના પોટફોલિયોમાં નવા એડ કર્યા છે. જાણો કયા એવા શેર છે જેનાથી સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ કરી રહ્યાં છે કરોડોની કમાણી....આ રહ્યું આખું લીસ્ટ...તમને પણ કમાણી કરાવી શકે છે આ 13 સુપર શેરનું લીસ્ટ...
ઝુનઝુનવાલાના ગુરુ દામાણીના પાવરફૂલ પોર્ટફોલિયોમાં છે - 13 શાનદાર શેર. આ શેરના આધારે ₹222,572 કરોડની નેટવર્થ. દામાણીએ ખરીદ્યાં બે નવા શેર. કમાણી કરવી હોય તો તમે પણ જાણી લો શેર બજારના બેતાજ બાદશાહના ગુરુનો શેર માર્કેટનો પોર્ટફોલિયો. જાણો કયા-કયા શેરના લીધે દામાણી કરે છે કરોડોની કમાણી...શેર બજારમાં કમાણી કરવા માંગતા હોવ તો તમે પણ એમની ટ્રિક્સ ફોલો કરી શકો છો.
શેરબજારના દિગ્ગજ રોકાણકાર, રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ અને એવન્યુ સુપરમાર્ટના માલિક રાધાકિશન દામાણીને કોણ નથી જાણતું. આરકે દામાણીની કુલ સંપત્તિ હાલમાં રૂ. 222,572 કરોડ છે. દામાણીના પોર્ટફોલિયો (રાધાકિશન દામાણી પોર્ટફોલિયો)માં 13 શેરો છે, જેણે તેમને સમૃદ્ધ બનાવ્યા છે. જૂન ક્વાર્ટરના નવીનતમ કોર્પોરેટ શેરહોલ્ડિંગમાં, રાધાકિશન દામાણીએ 13 શેરના આધારે ₹222,572 કરોડની નેટવર્થ બનાવી છે. તેણે જૂન ક્વાર્ટરમાં વધુ 2 શેરોમાં નાણાં રોક્યા છે.
રાધાકિશન દામાણીએ પોતાના પોર્ટફોલિયોમાં બે નવા શાનદાર શેર એડ કર્યા છે. જેમાં ટાટા ગ્રુપ સ્ટોકની ટ્રેન્ટ લિ. અને ભગીરધા કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.નો સમાવેશ થાય છે. દામાણીએ તેના મજબૂત પોર્ટફોલિયોમાં બે નવા શેર ઉમેર્યા છે, VST ઈન્ડસ્ટ્રીઝ લિ. તેનો હિસ્સો લગભગ 2% વધાર્યો છે. જ્યારે, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિ. 0.10% હિસ્સો ઘટાડવામાં આવ્યો છે.