Motilal Oswal Investment Ideas: શેર બજારમાં મંગળવારે (28 મે) ના રોજ હલચલ જોવા મળી હતી. બેંચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતી બઢત ગુમાવી દીધી હતી. બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે બ્રોકરેજ હાઉસ Motial Oswal Financial Services એ 1 વર્ષ માટે 5 શેર ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં Kolte-Patil, HDFC Bank, Hindustan Unilever, Polycab India, Ashok Leyland સામેલ છે.
Kolte-Patil Developers ના શેર પર બ્રોકરેજ મોતીલા ઓસવાલે (Motial Oswal) BUY રેટિંગ આપી છે. ટાર્ગેટ 700 છે. 27 મેના રોજ શેર 479.65 ના સ્તર પર બંધ થયો હતો. આ ભાવથી શેરમાં આગળ 46% ટકા રિટર્ન મળે શકે છે.
HDFC Bank ના શેર પર બ્રોકરેજ મોતીલા ઓસવાલે (Motial Oswal) ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,950 છે. 27 મેના રોજ શેર 1527.95ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 28% વળતર આપી શકે છે.
HUL ના શેર પર બ્રોકરેજ મોતીલા ઓસવાલે (Motial Oswal) ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 2,900 છે. 27 મેના રોજ શેર 1527.95ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 22% વળતર આપી શકે છે.
Polycab India ના શેર પર MOFS એ BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ 7,850 છે. 27 મેના રોજ શેર 6843.80ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 15% વળતર આપી શકે છે.
Ashok Leyland ના શેર પર MOFS એ BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ 245 છે. 27 મેના રોજ શેર 226.75ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 8% વળતર આપી શકે છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)