PHOTOS

આ શેર ભરી દેશે તમારો ખજાનો, 1 વર્ષમાં કરાવશે જોરદાર કમાણી, બ્રોકરેજે આપી ખરીદીની સલાહ

Motilal Oswal 5 top Stocks to Buy: આગામી સપ્તાહે શેર બજારમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી શકે છે. ફેડ રેટમાં ઘટાડાના સંકેતથી અમેરિકી બજારમાં તેજી આવી છે. આ સેન્ટીમેન્ટ્સ વચ્ચે લાંબા ગાળાની દ્રષ્ટિએ ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન મળી શકે છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે મજબૂત ફન્ડામેન્ટલવાળા 5 શેરમાં BUY ની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં Varun Beverages, Dalmia Bharat, Titan, Hindalco, HDFC Bank સામેલ છે. તેમાં ઈન્વેસ્ટરોને આગામી 1 વર્ષમાં 28 ટકા સુધીનું બમ્પર રિટર્ન મળી શકે છે. 
 

Advertisement
1/5
Dalmia Bharat Share Price Target
 Dalmia Bharat Share Price Target

Dalmia Bharat પર  Motilal Oswal એ BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ પ્રાઇઝ 2300 રૂપિયા છે. 23 ઓગસ્ટ 2024ના શેર 1801.50 રૂપિયા પર બંધ થયો હતો. વર્તમાન કિંમતથી આગામી એક વર્ષમાં સ્ટોક 28 ટકા સુધી રિટર્ન આપી શકે છે.   

2/5
Varun Beverages Share Price Target
 Varun Beverages Share Price Target

Varun Beverages પર Motilal Oswal એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ પ્રાઇસ 1900 રૂપિયા છે. 23 ઓગસ્ટે શેર 1582.90 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે વર્તમાન કિંમતથી આગામી 1 વર્ષમાં સ્ટોક 20 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.   

Banner Image
3/5
Titan Share Price Target
 Titan Share Price Target

Titan પર  Motilal Oswal એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ પ્રાઇસ 4150 રૂપિયા છે. 23 ઓગસ્ટે શેર 3568.55 રૂપિયા પર બંધ થયો છે. આ રીતે કરંટ ભાવથી આગામી એક વર્ષમાં 16 ટકા રિટર્ન મળી શકે છે.

4/5
Hindalco Share Price Target
 Hindalco Share Price Target

Hindalco પર  Motilal Oswal એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ પ્રાઇસ 790 રૂપિયા આપી છે. 23 ઓગસ્ટે શેરનો બંધ ભાવ 685.05 રૂપિયા હતો. આ રીતે આગામી એક વર્ષમાં 15 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

5/5
HDFC Bank Share Price Target
 HDFC Bank Share Price Target

HDFC Bank પર  Motilal Oswal એ BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ 1850 રૂપિયા આપી છે. 23 ઓગસ્ટે શેર 1625 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે આગામી  એક વર્ષમાં 14 ટકા રિટર્ન મળી શકે છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)





Read More